ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ભરી સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યારે હવે પાકિસ્તાનને મદદ કરનાર દેશ તુર્કીએ સામે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનો મહત્વનો નિર્ણય લેશે. તુર્કીને મશીન ટૂલ્સ અને બેરિંગ પાર્ટ્સ સહિતના મહત્વના કમ્પોનન્ટ નહીં આપવાની તૈયારી શરૂ છે. ટ્રેક્ટર સહિતના મહત્વના મશીનોની ઉત્પાદન તુર્કી કરે છે જેને ભારતના સૌરાષ્ટ્રના રાજકોટમાંથી એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ તુર્કીને સપ્લાય કરે છે.
તુર્કીના ઉદ્યોગો ઉપર સંકટ સર્જાઈ શકે
રાજકોટ એ એન્જીનિયર્જંગ ઉદ્યોગનું હબ છે. રાજકોટના ઉદ્યોગકારો એન્જિનિયરિંગ, ટાઇલ્સ, કૃષિ ઉદ્યોગ માટે મહત્વના મશીન અને પાર્ટ્સ બનાવે છે જે મોટા પ્રમાણમાં તુર્કી આયાત કરે છે તુર્કી આ પાર્ટના માધ્યમથી યુરોપના દેશોમાં અનેક પ્રકારના સાધનો અને ટ્રેક્ટર સહિતના મશીન નિકાસ કરે છે. પાકિસ્તાનને મદદ કરવા ચક્કરમાં હવે તુર્કીના ઉદ્યોગો ઉપર સંકટ સર્જાઈ શકે છે. રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું કે તુર્કી રાજકોટના ઉદ્યોગકારોના પાર્ટ્સ વગર આગળ વધી જ શકે તેમ નથી જો સરકાર કેસ તો અમે તુર્કી ને નિકાસ નહીં કરીએ
તુર્કીના ઉદ્યોગો ઓટો અને મશીન ઉદ્યોગ સાથે મહત્વના ઉત્પાદન માટે રાજકોટ પર જ આધાર રાખે છે. આ ઉપરાંત તુર્કીમાં ટ્રેક્ટર બનાવતી કંપની ટ્રેકટરમાં જે પણ પાર્ટસ બને છે તે માત્ર રાજકોટમાંથી જ મંગાવે છે. એગ્રિકલ્ચર પ્રોડક્ટ, ઓટોમોબાઇલ પાર્ટસ, કાસ્ટીંગ પ્રોડક્ટ, ખાસ પ્રકારના બેરિંગ માં પણ તુર્કી રાજકોટ પર જ આધાર રાખે છે ત્યારે ત્યાંની સરકાર જો ભારતની પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકે તો ત્યાંના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ જાય.
રાજકોટના 200 જેટલા ઉદ્યોગો તૂર્કી સાથે જોડાયેલા
રાજકોટના ઉદ્યોગો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે. રાજકોટના 200 જેટલા ઉદ્યોગો તૂર્કી સાથે જોડાયેલા છે. રાજકોટમાંથી વર્ષે અબજો રૂપિયાની નિકાસ તુર્કીમાં થાય છે. તુર્કીનું હૂંડિયામણ ભારત લાવવામાં આ એન્જીનીયરીંગ ઉદ્યોગોનો મહત્વનો ફાળો છે જેથી સરકારને પણ આ એન્જિનિયરિંગ ઉપયોગ થકી કરોડો રૂપિયાની આવક વર્ષ દરમિયાન થાય છે. રાજકોટના ઉદ્યોગકારો દેશ હિટ માટે આવક અને વેપાર પણ જતો કરવા તૈયાર છે આતંક અને અયંકવાદીઓને મદદગાર લોકોને ક્યારેય વેપાર સાથે ન કરવાની પણ વેપારીઓએ તૈયારી કરી છે .
રાજકોટ કોઈને કોઈ બાબતમાં દેશને ગર્વ અપાવતો રહે છે. અત્યારે ભારત સામે દુશ્મની કરનારા દેશોને સબક શીખવા ઉદ્યોગકારો પણ તત્પર છે સવાલ ભારત સરકારના એક ઈશારાની જ વાર છે









