રાજકોટમાં ભાજપ મહિલા કોર્પોરેટરને પગમાં અકસ્માતે ગોળી વાગી જવાની ઘટના બની છે,જેમાં ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી છે,કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક નીચે પડતા તેમાંથી અચાનક ફાયરિંગ થયું અને પગમાં ગોળી વાગતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફાયરિંગ થતા અનિતાબેનને પગના ભાગે ગોળી વાગી
રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટર અનિતાબેનને પગના ભાગે ગોળી વાગી છે,ઘરના કબાટમાંથી ઘરેણા કાઢતા હતા તે દરમિયાન તેમના પતિની લાયસન્સ વાળી બંદૂક નીચે પડે છે અને તેમાંથી અચાનક ફાયરિંગ થાય છે અને તેમને પગના ભાગે ગોળી વાગે છે અને પગામાંથી લોહી નીકળતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે,સમગ્ર ઘટનાને લઈ ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
અકસ્માતે પગમાં ગોળી વાગી
રાજકોટ ભાજપના મહિલા નગરસેવિકા અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગતા દોડધામ મતી હતી,લગ્ન પ્રસંગમાં જવા માટે કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે પતિને લાયસન્સ ધરાવતી બંધૂક નીચે પડી જતા ફાયરિંગ થયું હતુ,તો અમિતાબેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ થયુ હોવાની વાત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 17ના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી.









