• શોરૂમમાં મૂકેલું ફર્નિચર આગમાં સ્વાહા
  • રાજકમલ ફર્નિચરના શોરૂમમાં લાગી આગ
  • 3 માળનું સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં

રાજકોટમાં ફરી એક વાર ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં એક ફર્નીચરના શો રૂમમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં શોરૂમમાં રાખવામાં આવેલું ફર્નીચરમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. અચાનક ફાટી નીકળેલી આગને કારણે 3 માળનું આખું બિલ્ડીંગ આગની ચપેટમાં આવી ગયું હતું.

આગ લાગવાને કારણે તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહી છે. જોકે, હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગને નિયંત્રિત કરવા માટે ફાયરના જવાનોને ભારેજહેમત ઉઠાવવી પડી રહી છે. તો, આગ કયા કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી.

રાજકોટના અશોક ગાર્ડન નજીક રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ફર્નિચરના ગોડાઉનના માલિક રાજેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે લાખોનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી વિકરાળ હતી કે, એક કિલોમીટર દૂર સુધી ધૂમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા છે. 

ફર્નિચરના ગોડાઉનમાં કામ કરતી વેળાએ મશીનમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે ફર્નિચરના ગોડાઉનમાં કામ કરી રહેલા 60 જેટલા કર્મચારીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા જેથી સદનશીબે કોઈ જાનહાનિ પહોંચી ન હતી આગ એટલી વિકરાળ હતી કે આગને લીધે ત્રીજા માળે દીવાલમાં પણ તિરાળ પડી ગઈ હતી અને આ તિરાળમાંથી પણ ધુમાડા નીકળતા દૃશ્યો જોવા મળ્યા હતા. 



  • Follow us on: