રાજકોટમાં ગત ફેબ્રુઆરી મહિનામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ખરા સમયે સમૂહ લગ્નના આયોજકો ફરારા થઈ જતાં જાનૈયાઓ રઝળી પડ્યા હતા. હવે વધુ એક સમૂહલગ્નના આયોજકો વિવાદમાં આવ્યાં છે. દીકરીઓને આણામાં આપવામાં આવેલી સોનાની વસ્તુઓ નકલી નીકળતા રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આયોજકો સામે અરજી કરવામાં આવી છે.


[[$googlead]]

નકલી સોનાની ચીજો અપાઈ હોવાનો આક્ષેપ

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં સમૂહલગ્નના નામે ફરી એક વાર છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. દીકરીઓને આણામાં સોનાની વસ્તુઓની જગ્યાએ નકલી સોનાની ચીજો અપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમૂહલગ્નના આયોજકો સામે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી છે. એક પરિવાર દ્વારા ખુલાસો કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

[[$alsoread]]

કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી વિવાદમાં

રાજકોટમાં 500થી વધુ દીકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓને આણામાં સોનાની વસ્તુઓની જગ્યાએ નકલી વસ્તુઓ અપાઈ હોવાનો એક પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ બાદ સમૂહલગ્નના સાત આયોજકો સામે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં છેતરપિંડી અંગે અરજી કરવામાં આવી છે. જેમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી અને કુવાડવાના ઉદ્યોગપતિ પીન્ટુ પટેલ વિવાદમાં સપડાયા છે. આયોજકોએ કહ્યં હતું કે, દાતાઓએ દાગીના અને અન્ય વસ્તુઓ આપી છે. ખોટી વસ્તુઓ હશે તો બદલી આપવામાં આવશે. 

  • Follow us on: