રાજકોટના એક દિવ્યાંગ વ્યક્તિ, વિપુલ પિત્રોડાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ તેમની પુત્રીનો જીવ બચાવવામાં આવ્યા પછી હૃદયસ્પર્શી અનુભવ થયો છે જેમાં તેની બાળકીના ઓપરેશન અને સારવારનો સંપૂર્ણ ખર્ચ આ યોજના થકી પાર પડયો. બાળકી હરતી ફરતી થઈ ગયા બાદ પિતા વિપુલભાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે એક પત્ર લખ્યો હતો તો સામેથી ખુદ વડા પ્રધાન તરફ્થી જવાબ મળ્યો, જેમાં તેમને ખાતરી આપવામાં આવી કે *ભારતમાં કોઈ એકલું નથી.*
એક વીડિયોમાં પોતાનો અનુભવ શેર કરતા બાળકીના પિતા વિપુલભાઈએ કહ્યુ હતુ કે પોલિયોને કારણે હું દિવ્યાંગ છું, પણ મેં ક્યારેય આશા ગુમાવી નથી. મારી પત્ની, બે બાળકો અને મારા માતા-પિતાની જવાબદારી મારી છે. કમનસીબે, મારી દીકરીનું પેટ ફૂલવા લાગ્યું, ડોક્ટરોએ તપાસ કરતા છ ઈંચ લાંબી ગાંઠ હતી મારી પાસે તેની સારવાર માટે પૈસા નહોતા, પરંતુ એક મિત્રએ મને PM-JAY વિશે કહ્યું હતું. તેમનુ કહેવુ છે કે PM-JAY એ મને મારા બધા આર્થિક બોજમાંથી મુક્તિ આપી, અને મારી દીકરીને શ્રોષ્ઠ સંભાળ મળી છે હું મોદીજીનો વ્યક્તિગત રીતે આભાર માની શક્યો નહીં - તેથી મેં તેમને એક પત્ર લખ્યો, જેમાં મારી દીકરીનો જીવ બચાવવા માટે જ નહીં પરંતુ મને જીવનનો નવો માર્ગ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી,જ્યારે મેં પત્ર લખ્યો, ત્યારે મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મને જવાબ મળશે. આ દેશના 140 કરોડ લોકોમાંથી, PM મોદીએ મને જવાબ આપ્યો.એ જાણીને ખૂબ આનંદ થાય છે કે પરિસ્થિતિ ગમે તે હોય, જ્યારે પીએમ મોદી આપણી સાથે હોય છે, ત્યારે આખો દેશ આપણી સાથે ઉભો રહે છે. હું ખરેખર આભારી છું.










