ગોંડલમાં આજે પાટીદાર-ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં બન્ને સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા,પાટીદાર સમાજના યુવકને માર મારવાને લઈ વિવાદ વધ્યો હતો જેને લઈ આજે બન્ને પક્ષે સમાધાન થયું હતુ,તો બન્ને સમાજના લોકોએ ભેગા મળીને અનેક ચર્ચાઓ પણ કરી હતી.તો ગણેશ જાડેજાને ધારાસભ્ય બનાવો તેવો સુર ઉઠયો હતો બન્ને સમાજમાંથી.


ગણેશ ગોંડલ અંગે રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખ નિવેદન

ગોંડલના ગણેશ જાડેજાને લઈ રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખનું નિવેદન આવ્યુ હતુ અને તેમનું કહેવું છે કેસ ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે,કોઈએ ગોંડલ માટે લાળ ટપકાવવાની નથી તો વધુમાં ઢોલરીયાએ કહ્યું કે,જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે અને ગોંડલને મિર્ઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે અમે લોકો નથી.

સહકારી જગતમાં ગણેશ ગોંડલનો પ્રવેશ છે

જુનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરી માર મારવાનાં કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી. ગણેશ ગોંડલે જેલમાંથી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડી હતી, જેમાં તેનો વિજય થયો હતો. આ સાથે સહકારી જગતમાં ગણેશ ગોંડલે પ્રવેશ કર્યો છે.

આજે ગોંડલમાં યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સ

ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં ગોંડલ બંધનું એલાન તો પાછુ ખેંચાયું હતુ સાથે સાથે આજે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી જેમાં આગેવાનોની હાજરીમાં સમાધાનનો દાવો કરવામાં આવ્યો હતો, આ બેઠકમાં બંને પક્ષના ફરિયાદી હાજર રહયાં હતા અને છડે ચોક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી મીડિયાને આપી હતી.

 

  • Follow us on: