- અમીષાબેન નામની મહિલાએ નાણાં માગ્યા હોવાનો દાવો
- અત્યાર સુધી મનપાને નિયમો યાદ ન આવ્યાઃ હોટલ સંચાલક
- ગેમઝોન આગ બાદ નિયમો યાદ આવ્યાઃ હોટલ સંચાલક
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મનપા સફાળી જાગી છે. જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે. આથી આજે રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશન દ્વારા બંધ પાળવામાં આવ્યો છે.શહેરની એક હજાર જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે.
હોટલ સંચાલકોના આક્ષેપ મુદ્દે અમીષા વૈદ્યનો જવાબ
પાંચ લાખ રૂપિયા માગ્યાનો આક્ષેપ ખોટો છે.ઢોસા ડોટ કોમ પાસે ફાયર એનઓસી નથી.સીલ ખોલવાની પરવાનગી મેં નથી આપી.મેં મારા ઉપરીઓને ખુલેલા સીલની માહિતી આપી હતી.કમિશનરને ફોન કરી રેસ્ટોરન્ટ ખોલ્યાની માહિતી મળી.કોર્નપ્લેક્સ થિયેટર ગેરકાયદે છે છતાં ચાલુ છે,થિયેટરે ગેરકાયદેસર બાંધકામ કરેલું છે.મેં ટેમ્પરરી સીલ ખોલવાનું હાથે લખી આપ્યુ હતુ.મેં સાગઠિયાને સેટિંગના પૈસા લેતા નથી જોયા.અમીષા વૈદ્યના પતિ સ્ટ્રક્ચર એન્જિનિયર છે.
વેપારીઓએ બંધ પાળ્યું
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં27 નિર્દોષ લોકો જીવતા હોમાયા હતા. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર અને મંજૂરી વગરનાં બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે. જો કે, તંત્રની આ કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. વેપારીઓનો આરોપ છે કે મનપા દ્વારા ચોક્કસ વિગત વગર આડેધડ હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે વિરુદ્ધ સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ વિરોધ સાથે આજે રાજકોટમાં વેપારીઓ બંધ પાળ્યું.
રાજકોટમાં ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારી બંધ પાળ્યું
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપાએ ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામ અને એકમો સામે સિલિંગ ઝુંબેશ હાથધરી છે. જો કે, તેના વિરોધમાં રાજકોટમાં આજે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારીઓએ બંધ પાળ્યું. વેપારીઓનો આરોપ છે કે મનપાના અધિકારીઓ ચોક્કસ વિગત વગર આડેધડ હોટેલ , રેસ્ટોરન્ડ અને કાફે , પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, કેટરર્સ સહિતનાં એકમોને સિલ કરી રહ્યા છે અને વેપારીઓને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે.
અગ્નિકાંડની ઘટના બાદ મનપા દ્વારા કાર્યવાહી
વેપારીઓનું કહેવું છે કે આ મામલે અગાઉ પણ મનપાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી, આજે મનપા અધિકારીઓની સિલિંગ કાર્યવાહી વિરુદ્ધ ખાણી પીણી સાથે સંકળાયેલા હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે સહિતના ધંધાર્થીઓ એક દિવસ બંધ પાળશે અને ઊગ્ર વિરોધ દાખવશે. કેટલાક વેપારીઓએ જણાવ્યું કે, જ્યાં સુધી આ મુદ્દાનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.









