ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર તણાવ ભરી સ્થિતિ વચ્ચે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન રેલવે સ્ટેશન, ST, એરપોર્ટ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે હવે ભાજપના કોર્પોરેટરની બિનજવાબદારી ભરેલી પોસ્ટ સામે આવી છે.


ભાજપના કોર્પોરેટરની બિનજવાબદારી ભરેલી પોસ્ટ

રાજકોટ ભાજપ કાર્પોરેટરની મૂર્ખામીભરી પોસ્ટ સામે આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવની સ્થિતિમાં ભાજપના કોર્પોરેટરની બિનજવાબદારી ભરેલી પોસ્ટ સામે આવતા હડકંપ મચ્યો છે. ભાજપના કોર્પોરેટરે વિચિત્ર નિવેદન આપ્યું છે જને લઈને લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે કહ્યું હતું કે, 240 બેઠકો છે એટલે આટલું યુદ્ધ જોવા મળે, આખું યુદ્ધ જોવું હોઈ તો 400 સીટ જોઈએ.


યુદ્ધની સ્થિતિ વચ્ચે ભાજપના કોર્પોરેટરની બિનજવાબદારી ભરેલી પોસ્ટે સવાલો ઉભા કર્યા છે. સેનાના શૌર્ય અને પરાક્રમને ભાજપના નગરસેવક ચેતન સુરેજાએ સાંસદની સીટ સાથે સરખાવી છે. પોતાના રાજકીય હિત માટે સેના અને જવાનના પરાક્રમને પણ રાજકીય લાભાલાભ સાથે સરખાવી દીધો છે. ગઈકાલથી ભારત પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ અને સીઝફાયર બાદ ટ્રોલ આર્મી પણ મેદાને છે.


  • Follow us on: