- સિક્યુરિટીને જાણ થતાં પ્લાન્ટ કરાવાયો બંધ
- ઓક્સિજન પ્લાન્ટમાં અચાનક ગેસ લીકેજ થયો
- કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે અચાનક ઓક્સિજન પ્લાન્ટમાંથી ગેસ લીકેજ થવા લાગતા ભાગદોડ મચી ગઈ હતી અને કોઈ દુર્ઘટના તો નહીં સર્જાય ને તેમ વિચારીને દર્દીઓ ડરી ગયા હતા. જોકે સિક્યુરિટી સ્ટાફ દ્વારા જાણ કરવામાં આવતા આ ઓક્સિજન પ્લાન્ટ બંધ કરી દેવાયો હતો. જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
અચાનક ગેસ લીકેજથી મચી ભાગદોડ
મળતી વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્થિત કે. ટી. ચિલ્ડ્રન વોર્ડ કે જ્યાં નાના બાળ દર્દીઓ દાખલ હોય છે, ત્યાંના ઓક્સિજન પ્લાન્ટમાં અચાનક ગેસ લીકેજ થવા લાગ્યો હતો. જેને લીધે દર્દીઓમાં ભય ફેલાયો હતો પરંતુ આ તકે ત્યાં ઉપસ્થિત સિક્યુરિટી ગાર્ડની નજર પડતા તેમણે તુરંત જ સિવિલ હોસ્પિટલના સત્તા વાહકોને જાણ કરી હતી અને તાત્કાલિક આ ઓક્સિજન પ્લાન્ટ બંધ કરી દેવાયો હતો. જોકે ગેસ લીકેજથી કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા દર્દીઓની સાથે હોસ્પિટલ તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો.