ગોંડલ નાગરિક સહકારી બેંકની રસાકસી ભરી ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. કડવા પટેલ સમાજ ખાતે મતદાન કરવામાં આવી રહ્યું છે. ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકએ મતદાન કર્યું હતું.
23 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ
મહત્વનું કહી શકાય કે, ભાજપ પ્રેરિત પ્રગતિશીલ પેનલના 11 ઉમેદવાર અને નાગરિક સહકાર સમિતિ પેનલના 11 ઉમેદવાર અને 1 અપક્ષ સહિત 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે બેંકના 58 હજારથી ધુ મતદારો સાથે મતદાન પ્રક્રિયા થકી કુલ-11 ડિરેક્ટરોનું ભાવી નક્કી કરવામાં આવશે.
કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં કુલ 30 બૂથ સાથે મતદાન શરૂ થતા જ બેંકના મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે બેંકની ચૂંટણીને લઈને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ચૂંટણી જીતવા પેનલો દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે. નાગરિક બેન્કના 58 હજારથી વધુ સભાસદોનું ભાવિ આ મતદાન થકી નક્કી થશે.
નાગરિક સહકારી બેંકની રસાકસીનું મતદાન
નાગરિક સહકારી બેંકની રસાકસીનું આજે મતદાન શરૂ થઈ ગયું છે. આ મતદાન કુલ 30 બૂથ પર ચાલી રહ્યું છે. જેને લઈને કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 11 સામે નાગરિક સહકાર સમિતિ 11 અને 1 અપક્ષ ઉમેદવાર સહિતના લોકો વચ્ચે ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે.