રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવમાં ફરી દીપડો દેખાયો હતો. જેના લીધે ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.રાત્રિ દરમ્યાન ખેતર પર કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાના આંટાફેરાનો વીડિયો સામે આવ્યો હતો. જેના લીધે લોકોમાં ભય સર્જાયો છે.
ધોરાજીમાં દીપડો દેખાયો
જે ગ્રામ્ય વિસ્તારોમાં શિકાર માટે આંટાફેરા કરતા હોય છે. તેવાં ધોરાજીના ગ્રામ્યવિસ્તારમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો ખેતરમાં રાત્રિના સમયે કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય ફેલાયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. તે અગાઉ પણ રાજકોટમાં દીપડો દેખાયા હોવાની ઘટનાઓ બની છે.તાજેતરમાં જ રાજકોટમાં આવેલા હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની પેરામીટર વોલ પાસે વહેલી સવારમાં દીપડો દેખાયો હતો.
દીપડાના આંટાફેરા
હીરાસર એરપોર્ટ પર દીપડો દેખાતા જે અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેની જાણ થતા વનવિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો ડાંગ જિલ્લામાં પણ દીપડો કુવામાં ખાબકી ગયો હતો.જેને બહાર કાઢવા માટે વનવિભાગ કામે લાગ્યું હતું. ગુજરાતમાં વન વિસ્તારો પાસે આવેલી માનવ વસ્તીમાં દીપડાઓ શિકારની શોધમાં અવારનવાર આવતા રહે છે. જ્યાં તેઓ ક્યારેક માનવો પર હુમલો કર્યાની ઘટનાઓ સામે આવી છે. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.









