• ધોરાજીથી જૂનાગઢ તરફના મુખ્ય માર્ગ પરનો કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ

  • ધોરાજીથી જામનગર જવાના હાઈવે પર પણ પાણી ભરાયેલા
  • હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી

રાજકોટ જિલ્લાના ધોરાજીના રામપર વિસ્તારથી ચાપાતર જવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. રામપર ગામથી ચાપાતર ગામ તરફ જવા માટેનો મુખ્ય કોઝવે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રામપર ગામથી ચાપાતર ગામમાં આવેલી શાળાએ જતાં 40થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ શકતા નથી.

લોકોએ આ કોઝવે ઉંચો બનાવવામાં આવે તેવી માગ કરી

[[$googlead]]

ત્યારે રામપર ગામથી ચાપાતર અને અન્ય ગામોમાં ગ્રામજનો જઈ શકતા નથી, ત્યારે લોકોએ આ કોઝવે ઉંચો બનાવવામાં આવે તેવી માગ કરી છે અને ધોરાજીથી જુનાગઢ તરફ અને ધોરાજીથી જામનગર તરફ જવાનો નેશનલ હાઈવે માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે.

[[$alsoread]]

ધોરાજીથી જૂનાગઢ તરફના માર્ગ પર પણ પાણી પાણી, સ્થાનિકો અને વિદ્યાર્થીઓને હાલાકી

વરસાદે વિરામ લીધો છે પણ પાણી હજુ સુધી વિસ્તારમાંથી ઓસર્યા નથી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. આ નેશનલ હાઈવે પર નાના મોટા વાહનો બેફામ વાહનો ચાલતા હોય છે અને નાના મોટા અકસ્માતને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે તથા સ્થાનિક લોકોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. હાલ ભારે પવન છે અને બેફામ ચાલતા વાહનોને રોકવા માટે ડીવાઈર બનાવવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.

અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતાઓ

ઉલ્લેખનીય છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં વાવાઝોડાનું જોખમ રહેલુ છે, જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતાઓ પણ છે. રાજ્યના દરિયાકાંઠે આ વાવાઝોડું સર્જાશે, જો કે હાલમાં સાવચેતીના ભાગરૂપે કોઈ પણ નાગરિકને દરિયાકિનારા નજીકના વિસ્તારોમાં ના જવા માટે અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ છેલ્લા 2-3 દિવસમાં રાજ્યમાં વરસેલા વરસાદે સમગ્ર ગુજરાતને જળમગ્ન બનાવી દીધુ છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો પણ બોટ ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


  • Follow us on: