રાજકોટમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભયંકર આગ લાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. નવા ગામ પાસે જે.કે.કોટેજ કેમિકલ ફેક્ટરીમાં ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.  ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને આગ બુજાવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 


[[$googlead]]

નવા ગામ પાસે કેમિકલ ફેક્ટરીમાં આગ 

મળતી માહિતી મુજબ, રાજકોટમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ મચી ગયો છે. જે.કે કોટેજ નામની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી ભયંકર છે કે તેના ધુમાડા 8 કિલોમીટર દૂર સુધી જોવા મળી રહ્યા છે.

[[$alsoread]]

રાજકોટ નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યાનો વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, સાબુ અને કેમિકલ બનાવતી કંપનીમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. આગ એટલી પ્રચંડ છે કે તેની જ્વાળા દુરદુર સુધી દેખાઇ રહી છે અને આકાશમાં દુમાડાના ગોટેગોટા નરજે ચડી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

ડીસાની ફટાકડા ફેક્ટરીમાં આગ બાદ થયો બ્લાસ્ટ

 બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં આવેલ ફટાકડાના ગોડાઉનમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 12 થી વધુ કામદારોના મોતની ખબર સામે આવી છે. તો 5 લોકો ઘાયલ થયા છે. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાની કારણે આગ લાગી હોવાની શક્યતાઓ છે. વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતાં ગોડાઉન ધરાશાયી થયું હતું. મજૂરોનાં માનવઅંગો દૂર સુધી ફેંકાયાં હતા. હાલ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.


  • Follow us on: