રાજકોટ મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા મિલત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ કડક રિકવરી ઝૂંબેશ હાથ ધરી છે. બાકી વેરા વસૂલાત માટે રાજકોટ મનપા આકરા પાણીએ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં 15 મિલકત સીલ કરવામાં આવી છે. તો બીજી તરફ 12 મિકલતને વહેલી તકે વેરો ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટ મનપા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નાના બાકીદારોની સાથે જ મોટા મગરમચ્છોને પણ નોટિસો આપવામાં આવી રહી છે. આ પહેલા મનપા દ્વારા સરકારી કચેરીઓને બાકીનો મિલકત તેમજ પાણીવેરો ભરવા નોટિસો આપી હતી. ત્યારે હવે કોર્પોરેશન તંત્રએ 12 મિકલતને વહેલી તકે વેરો ભરવા માટે નોટિસ આપી છે તો બીજી તરફ રાજકોટ શહેરમાં 15 મિલકત સીલ કરી છે. રાજકોટ મનપા દ્વારા 41 લાખના વેરાની વસૂલાત કરવામાં આવી અન્ય 3 મિકલતોના નળ જોડાણ કાપી નખાયા છે.













