• પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનની જીત થશે : પરેશ ધાનાણી
  • પરિણામ આવશે ત્યારે અહંકારનો પરાજય થશે : પરેશ ધાનાણી
  • લોકશાહીની લાજ રાખવા લોકોએ મતદાન કર્યું : પરેશ ધાનાણી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે,ત્યારે થોડાક જ દિવસોમાં પરિણામ આવશે,રાજકોટ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પછી રાજકોટના મતદારોનો આભાર માન્ય હતો,કહ્યુ કે ભાજપ પાસે સત્તા હોવા છતાં વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું છે.પ્રેસ દરમિયાન અલગ-અલગ મુદ્દાઓ પર પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરેશ ધાનાણીની પત્રકાર પરિષદ

[[$googlead]]

પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે,ચૂંટણી કાલે શાંતિપૂર્ણ લોકશાહીનો પર્વ ઉજવાયો છે,તો જયારે પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનની જીત થશે ત્યારે અહંકારનો પરાજય થશે,તો રાજકોટના મતદાતાઓ ખૂબ વિચારીને મતદાન કર્યું છે,લોકશાહીની લાજ રાખવા લોકોએ મતદાન કર્યું છે,મતદાતાઓ અહંકારને ઓગાળશે,દેશની દીકરીઓના દામન ઉપર લાગેલા દાગનો સ્વીકાર ના થયો,ભૂલ હોત તો ભાજપે પુનઃ વિચાર કર્યો હોત.

[[$alsoread]]

2 હજાર બુથ પર કોગ્રેસની જીત થશે

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતુ કે, ભાજપ પાસે સત્તા હોવા છતાં વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું છે. રંગીલા રાજકોટની વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા વાળાને લોકો ઘર ભેગા કરશે,પરિણામો આવશે ત્યારે રાજકોટના 2 હજાર બુથ પર કોંગ્રેસના મતો જ નિકળશે.

આ વખતે રાજકોટ હાઇવોલ્ટેજ સીટ

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવ્યા છે. અગાઉ ધાનાણી ચૂંટણી લડવા અંગે ઇનકાર કરી ચૂક્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના વડીલ અને મોભીઓ દ્વારા મનાવવામાં આવતાં છેવટે તેમણે ચૂંટણી મેદાને ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલા પોતાના નિવેદન બદલ સતત માફી માગતા જોવા મળ્યા હતા અને પરેશ ધાનાણી અસ્મિતાની લડાઇમાં ક્ષત્રિય સમાજના પડખે રહ્યા હતા. કુલ મળીને આ વખતની લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ સીટ પર સૌની પળેપળ નજર રહેશે.

રાજકોટના જ્ઞાતિગત આંકડા

ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રાજકોટ સીટના જ્ઞાતિગત આંકડાઓ સમજીએ. રાજકોટ લોકસભા બેઠક પર લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠકના જ્ઞાતિગત ગણિતની વાત કરીએ તો, લેઉવા પાટીદાર 16.7%, કડવા પાટીદાર 9.1%, કોળી 14.9%, મુસ્લિમ 9%, ક્ષત્રિય-રાજપૂત 6.7%, દલિત 7.4%, બ્રાહ્મણ 4.1%, ભરવાડ-રબારી 4%, અન્ય 28.1% છે.

  • Follow us on: