રાજકોટ જિલ્લામાં રાજપરાના ખેડૂતે જામકંડોરણાના મધુવન એગ્રોમાંથી ખરીદેલા DAP ખાતરમાંથી કાંકરા-પથ્થર નીકળતા રોષ વ્યાપ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાતીમાં એક કહેવત છે ખાતર પડવું, જેનો અર્થ થાય છે કે ઘરમાં દીવાલમાં બાકોરું પાડીને ચોરી થવી. પણ, જામકંડોરણામાં ખેડૂતો સાથે ખાતર લેવામાં જ ખાતર પાડવાની ઘટના બની છે. મોંઘામૂલા એવા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યાનો બનાવ બનતા ખડૂતોમાં રોષમાં ભરાયા છે.


રાજકોટ જિલ્લાના ચાંપરડા તાલુકાના રાજપરા ગામના ખેડૂતે બે થેલી ખાતરની જામકંડોરણા થી લીધેલ હોય તેમાંથી નાના-મોટા કાકરાઓ થેલીમાંથી નીકળ્યા હતા. જામકંડોરણા તાલુકાના રાજપરા ગામમાં રહેતા ભીખાભાઈ ખેડૂતે બેઠેલી ખાતરની જામકંડોરણામાં આવેલ મધુવન એગ્રોમાંથી ખાતર ખરીધું હતું. આ બેઠેલી ખાતરની ખેડૂતએ ખેતરમાં જઈ ખોલી તો આ થેલીમાંથી ખાતરની સાથે નાના મોટા પથ્થરો પણ નીકળ્યા હતા. 

રાજપરાના ખેડૂત 16 કિ.મી. દૂરથી આવ્યા 2700 રૂપિયાની બે થેલી લીધી, ખોલતાં જ ખાતરની સાથે પથ્થર નીકળ્યા હતા. ખાતરના ડેપોમાંથી લીધેલી બે ઠેલી ખાતરમાંથી કાકરા પથ્થર નીકળતા ખેડૂતમાં રોષની લાગણી વ્યાપી હતી. રાજપરા ગામના ભીખાભાઈએ એવા આક્ષેપ કરેલ છે કે આ બે થેલી ખાતરની જામકંડોરણા મધુવન એગ્રો સેન્ટર માથી લીધેલ છે અને આ બે થેલીમાંથી પથ્થરો નીકળે તેઓ આક્ષેપ ખેડૂત કરી રહ્યા છે.

  • Follow us on: