- હું નમ્રતા પૂર્વક માંફી માંગુ છુ : રૂપાલા
- હું માણસ છુ માણસ માત્ર ભૂલને પાત્ર : રૂપાલા
- ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી : રૂપાલા
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગઈકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયુ છે. આ અંતર્ગત ક્ષત્રિય સમાજનો વિરોધનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પરષોત્તમ રૂપાલાએ કર્યુ મતદાન કર્યું હતુ. જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડી રહ્યા હતુ, પરંતુ તેઓએ અમરેલીથી મતદાન કર્યું હતુ.મતદાન બાદ આજે સવારે રૂપાલાએ પ્રેસકોન્ફરન્સ કરી ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.
જાણો શું કહ્યું પરશોતમ રૂપાલાએ
મતદાનના બીજા દિવસે પરશોતમ રૂપાલાએ પ્રેસકોન્ફરન્સ યોજી હતી,ખાસ કરીને ક્ષત્રિય સમાજની માફી માંગવાને લઈ આ પ્રેસકોન્ફરન્સ યોજાઈ હતી,જેમાં તેમણે કહ્યુ કે,મારી 40 વર્ષની કારકિદીમાં સૌથી કપરા સમયમાં પસાર થયો,હું પણ માણસ છુ,માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે.
મતદાન ઓછુ થવાને લઈ શું બોલ્યા રૂપાલા
મતદાન ઓછુ થવાથી ભાજપને કોઈ ફરક નથી પડતો,ઉત્સાહ ના હોય તો મતદાન ઓછુ થતુ હોય છે.મતદાન ઓછુ થવાને લઈ તેમણે બે કારણો આપ્યો હતા જેમાં સામેવાળો ઉમેદવાર નબળો હોય તો પણ મતદાન થતુ નથી હોતું.
મારી ભૂલ હતી : રૂપાલા
હુ ક્ષત્રિય સમાજની માંફી માંગુ છુ,મારી ભૂલના કારણે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો,મારા પક્ષનો વિરોધ થયો તે માટે હું નિમિત બન્યો,મારૂ નિવેદન વ્યકિતગત હતુ પણ પક્ષને નુકસાન થયુ.મારી ભૂલથી સાથીદારોને સહન કરવુ પડયું છે.અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી.ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગુ છુ.મારી ભૂલથી જેને સહન કરવું પડયું તે તમામ માફી આપે.
શું હતો સમગ્ર મામલો
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઇશ્વરીયા ખાતે મતદાન કર્યુ હતુ રૂપાલાએ
પુરૂષોતમભાઇ રૂપાલાએ આજે સવારે અમરેલી તાલુકાના ઇશ્વરીયા ખાતે મતદાન કર્યુ હતુ. દિવસ ઉગતાની સાથે જ વાજતે ગાજતે ઢોલ નગારાના નાદ સાથે બુથ પર પહોંચી પરિવાર સાથે મતદાન કર્યુ હતુ. આ તકે જિલ્લા ભાજપના અનેક આગેવાનો ઇશ્વરીયામા ઉપસ્થિત રહ્યાં હતા. બાદમા તેઓ રાજકોટ રવાના થઇ ગયા હતા.









