• કરણી સેનાના સુખદેવસિંહ ઘોઘામેડીના પત્ની શિલાદેવી ગોગામેડીને કરાયા નજર કેદ
  • જયપુરથી રાજકોટ જતાં રાજપૂતોને રતનપુર બોર્ડર પાસે કરાઈ અટકાયત
  • સંમેલન પૂર્ણ ન થાય ત્યાં સુધી રખાશે નજરકેદ

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં આજે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં રહેશે ઉપસ્થિત.આ સંમેલનમાં 250થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત.તે પહેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા કરણી સેનાના શિલાદેવી ગોગામેડીની અરવલ્લીની રતનપુર બોર્ડર નજીક અટકાયત કરાઈ છે,મહાસંમેલન પૂર્ણ ના થાય ત્યાં સુધી રખાશે નજરકેદ.

મોટી સંખ્યમાં રાજપૂતો રહેશે હાજર

[[$googlead]]

રાજપૂતો આજે ઈતિહાસ સર્જવા જઈ રહ્યાં છે. રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવાની માંગ સાથે રાજપૂત સમાજ મક્કમ છે. આજે રાજકોટના રતનપરમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થશે. પદ્માવત ફિલ્મના વિરોધ બાદ દેશમા ફરીથી રાજપૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અન્ય રાજ્યોથી રાજપૂતો રાજકોટ આવવા નિકળી ગયા છે. ત્યારે રાજકોટમાં રાજપૂતોના મહા સંમેલનની તૈયારીઓ વચ્ચે મોટી ઘટના બની છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. હાલ મહા સંમેલનને પગલે બોર્ડર પોલીસ એક્ટિવ બની છે. બહારના રાજ્યથી આવનારા રાજપૂતો આગેવાનોની અટકાયત કરવામાં આવી રહી છે.

[[$alsoread]]

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જ અટકાયત

રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનથી પણ લોકો આવી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાનથી અરવલ્લી થઈને ગુજરાત પ્રવેશતા શિલાદેવી સુખદેવ સિંહ ઘોઘામેડીને પોલીસે નજરકેદ કર્યાં છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે શિલાદેવીની અટકાયત કરાઈ છે. શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ઘાઘામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલ્લી પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય બની છે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામા આવી રહી છે.

બસ અને કારના કાફલા સાથે રાજકોટમાં એન્ટ્રી

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીથી ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. આગામી 16 તારીખના પરસોતમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવે તે પહેલાં જ રાજકોટનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. હવે આ લડાઈ પરસોતમ રૂપાલા VS ક્ષત્રિય સમાજ ન રહીને ક્ષત્રિય VS ભાજપ થવા જઈ રહી છે. આ વિવાદ ચરમસીમાથી વટીને હવે પ્રતિષ્ઠાના જંગ સુધી આવી ગયો છે. બન્ને પક્ષેથી કોઈ નમતુ જોખવા તૈયાર નથી. ઉલ્ટાનું હવે તો લડી લેવાના મુડમાં છે. બીજીબાજુ ક્ષત્રિયોનું આંદોલન કરવામાં આક્રમક બનતુ જાય છે.


ગામે ગામથી ઉમટશે સભામાં

ગામોગામ વિરોધાત્મક કાર્યક્રમ આપીને અટકાયત વહોરવા લાગ્યા છે. લડતની દેશવ્યાપી લડાયક રણનીતિ ઘડવા માટે ભારતભરમાંથી કરણી સેના અને ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન રતનપર મંદિર નજીક બોલાવવામાં આવી છે. લાખોની સંખ્યામાં ક્ષત્રિયો આ મહાસભામાં ઉમટી પડવાના છે. સાંજે 5 વાગ્યે મહાસભા રાખવામા આવી છે. રાજ્યભરમાંથી 1300 બસ અને 4600 ફોરવહીલ સહિતના વાહનોમાં ક્ષત્રિયો રાજકોટ આવવા રવાના પણ થઇ ગયા હોવાનું સંમેલનના આયોજકોમાંથી જાણવા મળ્યું છે. મહાસભા માટે સંબંધિત ડિપાર્ટમેન્ટની મંજૂરી 50 હજાર લોકોની માગવામા આવી છે પરંતુ ધારણા એવી છે કે, 2 લાખથી વધુ ક્ષત્રિયો સભામાં આવશે તેવુ માનવામા આવે છે.

4 વાગ્યાથી શરૂ થશે મહા સંમેલન

રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મંજૂરી મળી ગઈ છે. આજે રતનપર ખાતે રવિવારના રોજ યોજાનાર મહાસંમેલનને મંજૂરી મળતા જ ધમધમાટ શરૂ થઈ ગયો છે. રમજુભા જાડેજાએ રાજકોટ શહેર પોલીસ પાસેથી મંજૂરી માંગી હતી. મહાસંમેલનનો સમય સાંજના 4થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે. જેમાં અંદાજિત લાખથી વધુ ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થશે. 

  • Follow us on: