• મહાપાલીકાની આવાસ યોજનામાં ભાડૂઆતોનો જમાવડો

  • મૂળ લાભાર્થીને બદલે ભાડુઆત મળતા 9 આવાસ સીલ
  • રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં કારવાહી

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આવાસ યોજનામાં મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3 આવાસ યોજનાઓમાં 9 જેટલા આવાસો સીલ કરવામાં આવ્યા છે.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી હેડગેવાર ટાઉનશીપ - રેલનગર, લાલ બહાદુર ટાઉનશીપ - રેલનગર, લક્ષ્મણ ટાઉનશીપ - સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આવાસ યોજનાના મકાનોમાં મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડ્યું હતું. જેને કાઈને RMC દ્વારા કાર્યવાહી કરીને આ તમામ આવાસો સીલ કરવામાં આવ્યા છે. આજે 6 જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા તમામ મકાનો સીલ કરવામાં આવ્યા છે.

રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ આવાસો

આવાસ યોજનાનું નામસીલ કરેલ આવાસોની સંખ્યા
શ્રી હેડગેવાર ટાઉનશીપ7
શ્રી લાલ બહાદુર ટાઉનશીપ1
શ્રી લક્ષ્મણ ટાઉનશીપ1
કુલ 3 આવાસ યોજના 9

  • Follow us on: