- મેટોડા વિસ્તારમાં ગત રાત્રે થયો હતો અકસ્માત
- ખરીસરાના ચિરાગ વાગડિયાએ કર્યો હતો અકસ્માત
- આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી રોડ એક્સિડન્ટ અને હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં એક બેફામ કાર ચાલકની અડફેટે માતા પુત્રના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના મેટોડા વિસ્તારમાં ગત રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં એક બેફામ કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવીને માતા પુત્રને અડફેટે લઈને ઉડાવી દીધા હતા જેને લીધે માતા પુત્રના ઘટના સ્થળે જ મોત થયા હતા. જોકે, કારચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.










