ગોંડલમાં માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારપીટ બાદ લાપતા થયેલા મૂળ રાજસ્થાનના જાટ યુવાનના અકસ્માતે રહસ્યમય મોતનો મામલો લોકસભામાં ઉછળ્યો છે અને આ મોત નહિ હત્યા હોવાના મુદ્દે રાજસ્થાનમાં જયપુર ખાતે આજે આક્રોશ રેલી નીકળવાની છે. દરમિયાન સીબીઆઈ તપાસની માંગ, પોલીસની કામગીરી સહિતના અનેક પ્રશ્ને મૃતકના પરિવારજનો દ્વારા આજે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે આ યુવાનના બે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં વિરોધાભાસ હોવાનું અને પોલીસ તથા તબીબી બેદરકારી અંગે સવાલ ઉઠાવી એવી આશંકા વ્યક્ત થઇ છે કે ઈજાના નિશાનની વિગતો બાબતે તટસ્થતા દર્શાવાઈ નથી, મૃત્યુનું કારણ છૂપાવવા ગોઠવણ થઇ હોય તેવું ચિત્ર ઉપસે છે, છતાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ સંતોષજનક વિગતો અપાવી નથી, યુવાનનું મૃત્યુ અકસ્માત ગણાવાયું ત્યારે જે બસની હડફેટે યુવાનનું મૃત્યુ થયાનું જણાવાય છે તે બસ કંપનીના માલિક જયરાજસિંહના સંબંધી હોઈ આ પણ તપાસનો વિષય છે.


ગોંડલમાં રહેતા રાજકુમાર રતનલાલ જાટના રહસ્યમય મોત મામલે આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કામગીરી નહિ કરવામાં આવી હોય આ મામલે મૃતકના પરિવારે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી છે તેવું વકીલ દિનેશ પાતરએ જણાવ્યું હતું પુત્રની હત્યા થઇ હોવાનો પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રથમ જયારે અજાણ્યા તરીકે થયેલું પીએમ અને બીજા ફેરેન્સિક પીએમમાં અનેક વિસંગતતા સામે આવી છે પહેલા પીએમમાં 17 અને બીજા પીએમમાં 42 ઈજા દર્શાવી છે પોલીસે ઓછી ઈજા દેખાડવા, ઈજા તાજી નહિ હોવાનો ઉલ્લેખ કરવા ડોક્ટર ધવલ ગોસાઈ ઉપર દબાણ કર્યું છે માથું, ગાલ, ડાબા કાન, મોઢા પર, દાઢીમાં, ખભા પર, બોથડ પદાર્થથી ઈજા, છાતીમાં ઉજરડા, પાંસળીમાં ફ્રેકચર, સાથળ-ગુદાના ભાગે ઈજા પ્રથમ પીએમમાં દર્શાવેલ નથી જેથી પોલીસ અને ડોકટરની ગુનાહિત બેદરકારી સામે આવી છે લોહીના સેમ્પલ પણ લીધા નથી, બંને રીપોર્ટમાં વિસંગતતા હોય હત્યાની દ્રઢ શંકા ઉપજી છે અકસ્માતમાં ખપાવવા માટે ડ્રાયવરને પણ ઉભો કરાયો છે અકસ્માત કેસમાં રાજકોટ પોલીસે જુનાગઢના ડ્રાયવરની ધરપકડ કરી છે તેમાં જે બસ દર્શાવવામાં આવી છે તે મહાસાગર ટ્રાવેલ્સના માલિક પણ જયરાજસિંહ જાડેજાના સંબંધી હોયતે મુદ્દો પણ તપાસનો વિષય બની ગયો છે.


  • Follow us on: