રાજકોટમાં PGVCLના કંટ્રોલ રૂમની બેદરકારી સામે આવી છે,કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા અધિકારી ફોનનું રિસીવર સાઈડમાં મૂકીને આરામ ફરમાવતા નજરે પડયા હતા,ગ્રાહકે ઢગલો ફોન કર્યા પરંતુ ફોન કોઈ ઉપાડતું ન હતુ,તો જયારે ગ્રાહકે કંટ્રોલ રૂમમાં જઈને તપાસ કરી તો કર્મચારી મીઠી નિંદ્રામાં હતો અને આરામ ફરવમાવી રહ્યો હતો.


[[$googlead]]

રિસીવર નીચે મૂક્યાનો વીડિયો વાયરલ

રાજકોટમાં ગરમીના સમયે મોડી રાત્રે લાઈટ ગુલ થઈ હતી અને તેના કારણે સ્થાનિકોને તકલીફ પડી રહી છે,ત્યારે સ્થાનિકે PGVCLના ટોલફ્રી નંબર પર આ મામલે જાણ કરી હતી પરંતુ ફરજ પરના અધિકારીએ ફોન ઉપાડયા ન હતા તો ગ્રાહક પોતે રૂબરૂ ફરિયાદ કરવા પહોંચી ગયો હતો,જયારે ગ્રાહક રૂબરૂ ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે જોયું તો તેના પગ પણ જમીન પરથી સરકી ગયા હતા કેમકે,જે કર્મચારી નાઈટ શિફટમાં હતા તે કર્મચારી ફોનનું રિસીવર સાઈડમાં મૂકીને આરામ ફરમાવી રહ્યો હતો.

[[$alsoread]]

રિસીવર નીચે મૂકી કર્મચારી આરામના મૂડમાં

જામટાવર પાસેના કંટ્રોલ રૂમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,જેમાં ગ્રાહકે વીડિયો બનાવીને લખ્યું છે કે,તેણે પોતે PGVCLમાં 20 ફોન કર્યા તેમ છત્તા તેમના ફોન ઉપાડવામાં આવ્યા નથી આખરે ગ્રાહક કંટાળીને રાત્રે ફરિયાદ કરવા પહોંચે છે તો જોવામાં આવ્યું કે કર્મચારી નાઈટ શિફટમાં આરામ ફરમાવતો હતો,લોકોના વીજ બીલના બાકી રૂપિયા લેવા તો નીકળી પડો છો,તો મફતનો પગાર લેવામાં તમને શરમ નથી આવતી ? શું નાઈટ શિફટ હોય એટલે આરામા જ કરવાનો અને એ પણ ફોન સાઈડમાં મૂકીને ?

ફોન ન લાગતા નાગરિક કંટ્રોલ રુમ પહોંચ્યો હતો

આ સમગ્ર ઘટનામાં સામે આવ્યું કે ગ્રાહક જયારે PGVCLની ઓફિસ પહોંચે છે ત્યારે પણ તેને કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી,PGVCLના અધિકારીઓ જરા સુધરી જાવ અને પગાર લો છો તો તેની સામે કામ કરવાનું પણ રાખો,ગરમીના સમયે તમારા કારણે સ્થાનિકો હેરાન થાય તેવું શું કામ કરો છો,સરકાર અને તંત્ર જરા ધ્યાન આપો જે કર્મચારીને કામ ના કરવું હોય તેવા કર્મચારીઓને ઘરભેગા કરો,પોતે ઉંઘની મજા માણી રહ્યાં છે અને સામે બીજાની ઉંઘ ઉડી ગઈ છે.

 

  • Follow us on: