આમ તો એશિયાટિક સિંહનું ઘર એટલે આપણું ગીર અને સૌરાષ્ટ્ર છે, પરંતુ સિંહના ઘરમાં હવે રોયલ બંગાળ ટાઈગરની ત્રાડ સંભળાઈ રહી છે, રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂ રોયલ બંગાળ ટાઈગરને માફક આવી ગયું છે.
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ૧૭ જેટલા વાઘ બાળનો જન્મ થઈ ચૂક્યો છે
મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે સિંહ , દીપડા , વાનર સહિત અલગ અલગ ૫૦ થી વધુ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓની મોટી સંખ્યા છે પરંતુ આ બધાના સૌનું આકર્ષણ છે રોયલ બંગાળ તથા એટલે સફેદ વાઘ, જીહા રાજકોટ ઝૂ સફેદ વાઘનું બીજું ઘર બન્યું છે અમે ઘર એટલે કહીએ છીએ કેમ કે રાજકોટમાં છેલ્લા એક દસકામાં સફેદ વાઘની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે તાજેતરમાં જે સફેદ વાઘને બે વાઘ બાળને જન્મ આપ્યો છે, વર્ષ ૨૦૧૪ /૧૫ વર્ષમાં એક નર વાઘ ને બે માદા સફેદ વાઘણ લાવવામાં આવ્યા હતા જેના સવનન થકી આજ સુધીમાં રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ૧૭ જેટલા વાઘ બાળનો જન્મ થઈ ચૂક્યો છે.
રાજકોટ ઝૂ મા આ વર્ષે માર્ચ મહિનામાં ગાયત્રી એ ફરી બે નર વાઘ બાળ ને જન્મ આપ્યો છે
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે દિવાકર વાઘ અને યશોધરા થી તરીક ૦૬.૦૫.૨૦૧૫ ના રોજ એક માદા વાઘણનો જન્મ થયો હતો, સફેદ વાઘને અહીંયાની હવા પાણી અને કુદરતી વાતાવરણ અનુકૂળ આવી ગયું ખાસ તો કોઈ માનવીય કનડગત અને નિર્ભીક વાતાવરણથી તેની વસ્તીમાં વધતો થયો , વાઘણના પ્રજનન દરમિયાન પણ ઝૂ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવે છે, છેલ્લા એક દાયકામાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે સફેદ વાઘની સંખ્યા ઉત્તરોતર વધી છે દિવાકર વાઘ અને ગાયત્રી વાઘણ ના સવન્ન થી ૨૦૧૫ માં ચાર માદા વાઘ બાળ ના જન્મ થયા છે, વાઘ દિવાકર સાથે વાઘણ યશોધરાના સવનન થકી એક માદા વાઘ બાળ તો ગાયત્રી વાઘણ સાથે સવન્ન થઈ ચાર માદા વાઘ બાળ અને ૨૦૧૯ માં ગાયત્રીએ બે નર વાઘ બાળ અને બે માદા વાઘ બાળ ને જન્મ આપ્યો છે, જ્યારે ૨૦૨૨ માં ગાયત્રી એ બે નર બાળ વાઘ ને જન્મ આપેલો છે, તો વાઘણ કાવેરી એ ૨૦૨૨ માં બે નર વાઘ ને જન્મ આપ્યો છે આ સાથે જ આ વર્ષે માર્ચ મહિનામાં ગાયત્રી એ ફરી બે નર વાઘ બાળ ને જન્મ આપ્યો છે આમ આજ સુધીમાં રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ૧૭ બાળ વાઘ ને જન્મ આપી ચૂક્યા છે
રાજકોટ ઝૂ એ સફેદ વાઘની પ્રજાતિ વધારવા માટે સૌથી અનુકૂળ વાતાવરણ ધરાવતી જગ્યા બની
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ૫૦ થી વધુ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે જેની સંખ્યા હાલ ૫૦૦ ને પાર છે અહીંયા બારે મહિના સહેલાણીઓ આવે છે જોકે વેકશન દરમિયાન સંખ્યા વધુ હોઈ છે ખાસ કરીને બાળકો માટે સિંહ ની સાથે વાઘનું આકર્ષણ ખૂબ જ વધારે જોવા મદ્દે છે પરિવાર સાથે આવેલા લોકો સફેદ વાઘને અચૂક જોવા આવે છે અને રોમાંચિત થઈ જાય છે, રાજકોટ ઝૂ ખાતે જન્મી ચૂકેલા સફેદ વાઘ વાઘણને સમયાંતરે અન્ય ઝૂ ખાતે વિનિમય હેઠળ સોંપવામાં આવેલા છે જેમાં જુનાગઢ ઝૂ , અમદાવાદ કાંકરિયા ઝૂ , પુના રાજીવ ગાંધી ઝૂ અને ગાંધીનગર તેમજ સુરત ઝૂ ખાતે પણ વાઘ બાળ મોકલ્યા છે. આમ રાજકોટ ઝૂ એ સફેદ વાઘની પ્રજાતિ વધારવા માટે સૌથી અનુકૂળ વાતાવરણ ધરાવતી જગ્યા બની છે એટલું જ નહીં પ્રવાસીઓમાં પણ સફેદ વાઘનું આગવું આકર્ષણ જોવા મળે છે તો સફેદ વાઘ માટે રાજકોટ ઝૂ એ બીજું ઘર બન્યું છે જ્યાં તેનું સત્તત સંવર્ધન થઈ રહ્યું છે.









