ખોડલધામ અને સરદારધામ વિવાદમાં સરદાર પટેલ ગ્રૂપની એન્ટ્રી થઇ છે, જેમાંમ સસ્પેન્ડેડ PI સંજય પાદરિયાના સમર્થનમાં સરદાર પટેલ ગ્રૂપ ઉતર્યું છે. ત્યારે સરદારધામ-ખોડલધામ વિવાદ વચ્ચે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. મંત્રી રાઘવજીની પાટીદાર આગેવાનોને શિખામણ આપતા જણાવ્યું હતું કે, આવો વિવાદ ન થવો જોઈએ.


[[$googlead]]

વિવાદને લઇ કેબિનેટ મંત્રી રાઘવજીની પાટીદાર આગેવાનોને શિખામણ

ખોડલધામ અને સરદારધામ વિવાદને લઇ કેબિનેટ મંત્રી રાઘવજીની પાટીદાર આગેવાનોને શિખામણ આપતા કહ્યું હતું કે, સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ અને પરસ્પર સાથે મળીને ઉકેલ લાવવો જોઇએ. અમે સમાધાન માટે પ્રયાસ કરશું. અને સમાજના આગેવાનોએ આ વિખવાનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઇએ.

[[$alsoread]]

પાટીદાર સમાજમાં વિખવાદ મુદ્દે કેબિનેટ મંત્રીનું નિવેદન

પાટીદાર સમાજમાં વિખવાદ મુદ્દે કેબિનેટ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, સમાજના આગેવાનોએ વિખવાદ દૂર કરવાની જરૂર છે. કોઈ સમાજમાં અહંકારને લઈને આવું ન થવું જોઈએ... સામાજિક વિખવાદ ન થાય તે જોવાનું સૌનું કામ છે. જ્ઞાતિના આગેવાન બની સમાજ અંગે વચ્ચે ન પડવું જોઈએ. ધર્મ હોય કે જ્ઞાતિ, વાડા ન બાંધવા જોઈએ. વહેલી તકે આ વિવાદનો અંત લાવીને સમાજને એક થવાની કોશીશ કરવી એવું આવશ્યક નીવડે છે.

સંજય પાદરીયાના વિવાદને લઇ ચર્ચાઓ તેજ

ખોડલધામના ટ્રસ્ટીઓની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં જયંતિ સરધારા અને સંજય પાદરીયાના વિવાદને લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં ખોડલધામના નામ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ખોડલધામના ટ્રસ્ટીઓએ પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં ખોડલધામના ટ્રસ્ટીઓએ સમગ્ર કેસમાં તટસ્થ તપાસની માગ કરી છે. 

  • Follow us on: