રાજકોટમાં ઘોડેસવારોના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ઘોડેસવારો બીઆરટીએસના રૂટ પર ઘોડા લઇને ફરતા જોવા મળે છે. જાહેરમાં પોલીસને પડકાર ફેંકતા નફ્ફટ નબીરાઓ બેફામ ઘોડેસવારો ઘોડેસવારી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે અને પ્રસિદ્ધિ પામવા માટે યુવાનો વિવિધ કરતબો કરતા હોય છે. ત્યારે આવો જ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાજકોટમાં નબીરાઓને નથી પોલીસનો ડર નથી તેમ રાજકોટ BRTS રુટ પર 6 થી 7 જેટલા ઘોડેસવારોએ સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે જાહેર માર્ગો પર ઘોડા દોડાવ્યા હતા. જેમાં BRTS રૂટ પર આ ઘોડેસવારોએ સ્ટંટ કર્યા હતા. ત્યારે આ સ્ટંટબાજોની ઘોડેસવારીનો વીડિયો વાયરલ થયો હતો.
વધુ મળતી માહિતી મુજબ ગઇકાલ રાત્રે 150 ફુટ રિંગરોડનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. REEL બનાવવાના ચક્કરમાં નિયમોને નેવે મૂકી 6થી 7 જેટલાં યુવકો કે જ્યાં વાહનો ચલાવવા પર પણ પ્રતિબંધ છે એવાં BRTS રૂટ પર યુવકોએ ઘોડા દોડાવ્યા. એટલું જ નહીં, બે યુવકો તો ઘોડા પર ઊભા રહીને જોખમી સ્ટંટ કરતા નજરે પડી રહ્યાં છે. આ વીડિયો રાજકોટનો હોવાનું કહેવાઇ રહ્યું છે.ત્યારે આ ઘટનાને લઇ લોકોમાં વિવિધ પ્રશ્નો જાગ્યા છે. જેમાં ચાલુ બીઆરટીએસની લેનમાં આ ઘોડેસવારોએ અશ્વ દોડાવ્યા હતા. જોકે કયા કારણોસર ઘોડા લઇને નિકળ્યા તે જાણવા મળ્યું નથી.









