આજે ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ આવ્યું જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટમાં ભરવાડ સમાજના દીકરાએ ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમમાં તેજસ્વી દેખાવ કર્યો છે. ચાની કિટલી ચલાવતા પિતાનો પુત્ર રાજ પરમાર સમગ્ર રાજ્યમાં 12 કોમર્સમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે આવ્યો છે.


[[$googlead]]

રાજ પરમારે 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા

રાજકોટમાં ધો.12 કોમર્સ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા રાજ પરમારે 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. રાજના પિતા ચાની કિટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજ પણ અભ્યાસની સાથે પિતાની મદદ કરવા ચાની કિટલીએ કામ કરતો હતો. સ્કૂલમાંથી છૂટ્યા બાદ તે પિતાની મદદ કરતો હતો. ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમમાં તેણે 99.99 પર્સન્ટાઈલ મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

[[$alsoread]]

રાજ પરમારનું CA બનવાનું સપનું છે

રાજ પરમારે કહ્યું હતું કે, હું મોદી સ્કૂલમાં ભણું છું અને 12મા ધોરણમાં મેં ખૂબ મહેનત કરી છે. મારા નારણભાઈ પરમાર પિતા ચાની કિટલી ચલાવીને અમારા પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. હવે મારે મારા માતા પિતાનું સ્વપ્ન સાકાર કરવું છે. હવે CA બનવા માટે મહેનત કરવી છે. CA થઈને માતા પિતા અને સમાજનું નામ રોશન કરવું છે. રાજકોટમાં ભરવાડ સમાજના દીકરાએ બોર્ડની પરીક્ષામાં તેજસ્વી દેખાવ કર્યો છે.


  • Follow us on: