રાજકોટ શહેરમાં રોગચાળો વકરતા મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિક્રેતાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ ખાણીપીણી સ્ટોલ પર ફુડ વિભાગે કાર્યવાહી કરી હતી ત્યારે હવે રાજકોટમાં પાણી જગના વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ છે. મવડી વિસ્તારમાં શીતલ બેવરેજીસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
શીતલ મિનરલ વોટર પ્લાન્ટની હાલત અત્યંત ખરાબ
રાજકોટનું આરોગ્ય વિભાગ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે મિનરલ ઉત્પાદકોએ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો છે. સંદેશ ન્યૂઝનું શીતલ મિનરલ વોટર કેન્દ્રમાં રિઆલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શીતલ મિનરલ વોટર પ્લાન્ટની હાલત અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી હતી. સાથે જ રિઆલિટી ચેકમાં મિનરલ વોટરના ગંદા કેરબા નજરે પડ્યા હતા.
આરોગ્ય વિભાગનું કામ અયોગ્ય છે : પ્લાન્ટ સંચાલક
આરોગ્ય અધિકારીની કાર્યવાહી સામે સંચાલકે વિરોધ કર્યો હતો. પ્લાન્ટ સંચાલક કહ્યું હતું કે, આરોગ્ય વિભાગનું કામ અયોગ્ય છે. તેમણે કહ્યું હતું કે, અમારે ત્યાં પીવાના પાણીનું વિતરણ થતું નથી અમે ટ્રીટેડ વોટર આપીએ છીએ.
અમને કામ કરતા રોકતા હતા : આરોગ્ય અધિકારી
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, પ્લાન્ટ સંચાલકોએ અમારી આ કામગીરીનો વિરોધ કર્યો હતો અને સાથે જ અમારી ટીમ સાથે જીભાજોડી કરી હતી. અમે અમારી ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે કામ કરતા પણ રોકવામાં આવ્યા હતા. અમારી કાર્યવાહી યોગ્ય, લૂલો બચવ વિતરક કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, શહેરમાં કમળાના કેસ વધતા મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આઈસ ફેક્ટરી તેમજ પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું છે કે, મિનરલ વોટર સપ્લાય કરતી 20 પેઢીઓના નમૂના ફેલ થયા છે.









