- રાજકોટ ક્રાઈમબ્રાન્ચ તપાસ કરશેઃ CP
- ઘટનાને લઈ SITની ટીમની રચના કરી
- 6 લોકો સામે ગુનો નોંધાયો છે
રાજકોટ અગ્નિકાંડની ઘટના પર રાજકોટ CPનું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે ઘટનાને લઈ SITની ટીમની રચના કરી છે. 6 લોકો સામે ગુનો નોંધાયો છે. તેમાં રાજકોટ ક્રાઈમબ્રાન્ચ તપાસ કરશે. ફાયર સેફ્ટીના સાધનોના પુરાવા રજૂ કર્યા ન હતા. તેમજ 2024માં લાઈસન્સ રિન્યૂ કરાયું હતું. તથા ફાયર NOC માટે કાર્યવાહી ચાલુ હતી.
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સવાલોથી ભાગ્યા
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સવાલોથી ભાગ્યા હતા. જેમાં સંદેશ ન્યૂઝના સવાલોના સંતોષકારક જવાબ આપ્યા નથી. જેમાં રાજુ ભાર્ગવે માત્ર નામ પૂરતી પ્રેસ કોન્ફરન્સ કરી છે. જાણે આરોપીઓનો પક્ષ મૂકવા આવ્યા હોય તેવી પ્રેસ કોન્ફરન્સ કરી છે. ફાયરના પૂરાવા.. લાયસન્સ લીધાની વાતો કરી હતી. તેમાં શું પોલીસ આરોપીઓને છાવરવા માગે છે?ફાયર વિભાગ કહે છે કે એનઓસી નથી આપ્યું. પોલીસ કેમ કહે છે કે ફાયરની મંજૂરીની કાર્યવાહી કરી હતી. શું PWD વિભાગની મંજૂરી પહેલાં પોલીસે આપી મંજૂરી? ફાયર અને પોલીસના જવાબોમાં વિરોધાભાસ કેમ? પ્લાન નક્શો નહતો તો પણ પોલીસનો ગોળગોળ જવાબ કેમ? જેમાં પોલીસ કમિશનરે કેમ મીડિયા સામે જોડવા પડ્યા હાથ? પોલીસ કોનું પાપ છૂપાવવા માટે હવાતિયા માગે છે?
રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે 28 લોકોના નિધન થયા
FIRની કોપી અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ કેમ? FIR કહે છે કે ફાયર NOC નહોતી લીધીતો પોલીસ કેમ કહે છે કે ફાયરની મંજૂરી લીધી હતી. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે 28 લોકોના નિધન થયા છે. ત્યારે PMOએ મૃતકોના પરિજનો માટે બે લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે. બીજી તરફ કથાકાર મોરારીબાપુએ વ્યાસપીઠેથી પાંચ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. વીરપુરના જલારામ બાપાના પરિવારના ભરતભાઈ ચાંદરાણી દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.









