• રાજકોટની ઘટના બાદ વલસાડનું તંત્ર હરકતમાં
  • જિલ્લાના ગેમઝોન, આનંદમેળામાં હાથ ધરી તપાસ
  • ફાયર NOC વગરના 7 ગેમઝોનને બંધ કરવા આદેશ

રાજકોટની બનેલી કરૂણાંતિંકાબાદ તંત્ર દોડતુ થયુ છે. રાજકોટ ખાતે બનેલી ઘટના બાદ વલસાડનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ચાલતા ગેમઝોન અને આનંદ મેળા પર ચકાસણી કરી તપાસ હાથ ધરી હતી. જિલ્લાના સાત જેટલા ગેમઝોનને બંધ કરવાના આદેશ આપ્યા છે તેમજ તેઓને કારણ દર્શક નોટિસ પણ અપાશે.વાપી અને વલસાડમાં ચાલતા ગેમ ઝોન માલિકો પાસે ફાયરને એનઓસી ના હોવાને કારણે તેઓને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવશે. ગેમ ઝોન માલિકો પાસે ના હતી ફાયરની NOC છતાં ચાલતા હતા ગેમ ઝોન વલસાડ અને વાપીના 7 ગેમ ઝોન સામે કડક પગલાં ભરવા કલેકટરનો આદેશ. તેમજ જિલ્લામાં ચાલતા ચાર જેટલા આનંદમેળાને પણ બંધ કરવાના અપાયા આદેશ.


[[$googlead]]

વલસાડના વહીવટી તંત્રની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી 

[[$alsoread]]


રાજકોટની ઘટના બાદ રવિવારના રોજ વલસાડ જિલ્લામાં ચાલતા ટોટલ સાત જેટલા ગેમ ઝોન પર વલસાડના વહીવટી તંત્રની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન કેટલાક વાંધાજનક બાબત સામે આવતા તેઓને કારણદર્શક નોટિસ આપીને જવાબ માંગ્યા હતા જિલ્લા કલેકટરે આ તમામ ગેમઝોન માલિકોએ ફાયરની એનઓસી ન લેતા ફાયર એનઓસી વગર ગેમ ઝોન ચલાવતા હોવાનું સામે આવતા ગેમઝોન માલિકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે તેમજ જિલ્લામાં ચાલતા ચાર જેટલા આનંદ મેળાને પણ બંધ કરવામાં આવ્યા છે આમ રાજકોટની ઘટના બાદ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.


આ રીતે નિર્દોષ બાળકો, યુવાનો સહિત 27થી વધુ લોકો અગનજવાળામાં ભડથું થઇ ગયા ન હોત

વહેલા-મોડે પણ જાગ્યા ખરા એવી સ્થિતિ છે. આ પહેલા જ જો કોઇપણ ગેમઝોન કે આનંદમેળામાં પરમિશન આપે તે પહેલા ફાયર સેફ્ટી, સેફ્ટીના સાધનો વગેરે પર પુરતુ ધ્યાન આપ્યુ હોત તો આવી ઘટના જ ન બની હોત અને આ રીતે નિર્દોષ બાળકો, યુવાનો સહિત 27થી વધુ લોકો અગનજવાળામાં ભડથું થઇ ગયા ન હોત. 

  • Follow us on: