• જગ્યાના માલિક અશોક જાડેજા નામે વીજ કનેક્શન
  • PGVCLના ડેપ્યુટી ઈજનેરની પૂછપરછમાં ખુલાસો
  • PGVCL દ્વારા 100 કિલો વોટનું કનેક્શન અપાયું હતું

રાજકોટ TRP અગ્નિકાંડને લઈને મોટા ખુલાસા થઇ રહ્યાં છે. જેમાં 2016માં વીજ કનેક્શન માંગ્યાનો ખુલાસો થયો છે. તેમાં જગ્યાના માલિક અશોક જાડેજા નામે વીજ કનેક્શન છે. જેમાં PGVCLના ડેપ્યુટી ઈજનેરની પૂછપરછમાં ખુલાસો થયો છે કે PGVCL દ્વારા 100 કિલો વોટનું કનેક્શન અપાયું હતું. તેમાં દર મહિને રૂપિયા 80 હજારથી 1 લાખ બિલ આવતું હતું.

ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટમાં ડેથ ઝોન બનતા 28 જિંદગીઓ ભરખી ગયો

[[$googlead]]

ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટમાં ડેથ ઝોન બનતા 28 જિંદગીઓ ભરખી ગયો છે. અત્યાર સુધીની જેટલી વિગતો બહાર આવી છે તે ભયાવહ છે. ત્યારે હવે સૂત્રો પાસેથી આ અગ્નિકાંડને લઈને મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં ગેમ ઝોનની પરમિશન તેમજ રાજકોટ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને મોટા ખુલાસા થયા છે. રાજકોટમાં અગ્નિકાંડમાં અનેક જીવન દિપ બૂઝાઈ ગયા છે. ત્યારે હવે ગેમઝોની પરમિશનને લઈને મહત્ત્વની વાત સામે આવી છે. જેમાં શહેર પોલીસ દ્વારા ગેમ ઝોનની પરમિશન આપવામાં આવી હોવાની વાત સામે આવી છે.

[[$alsoread]]

અમારી પાસે આવી કોઈ પરમિશનની અરજી ન આવી હોવાની વાત

ઉલ્લેખનીય છે કે આ પરમિશનને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓએ અમારી પાસે આવી કોઈ પરમિશનની અરજી ન આવી હોવાની વાત કરી રહ્યા હતા. જો કે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતેથી જે પરમિશન આપવામાં આવી હતી તેની નકલ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર, શહેર માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર અને સંયુક્ત રાજ્ય વેરા કમિશનર જીએસટી વિભાગને પણ મોકલવામાં આવી હોવાના અહેવાલ છે.


  • Follow us on: