- આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે વિરોધ
- સામાજિક સંસ્થાઓએ બેનર સાથે કર્યો વિરોધ
- જવાબદારોની મિલકત જપ્ત કરવાની પણ માંગણી
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ વિરોધ યથાવત છે.આજે સામાજિક સંસ્થાઓ દ્વારા અગ્નિકાંડ મામલે આરોપીઓને ફાંસીની સજાની કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ કલેકટર ઓફીસ ખાતે વિરોધ કરવામાં આવ્યો છે.સામાજિક સંસ્થાના આગેવાનો હાથમાં પોસ્ટર બેનર અને ન્યાયની દેવીનું સ્ટેચ્યુ લઈને પહોંચ્યા છે વિરોધ કરવા.
મૃતકના પરિવારજનો અગાઉ ગાંધીનગરમાં મુખ્યપ્રધાનને મળ્યા
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગ્નિકાંડના પીડિત પરિવારજનો બે દિવસ અહાઉ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પીડિત પરિવારોએ સરકાર સમક્ષ 12 માગ રજૂ કરી હતી. જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પીડિત પરિવારો રાજકોટથી ગાંધીનગર સીએમ હાઉસ સુધી કૂચ કરશે.પીડિત પરિવારે એમ પણ કહ્યું હતું કે, આજની મુલાકાતમાં મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું કે સરકાર તમારી જોડે છે. પરંતુ લેખિતમાં બાંહેધરી માગી તો સરકારે આપી નથી.

ગુજરાત હાઈકોર્ટમાં થયો સુઓમોટો
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન આગકાંડ મામલે થયેલી સુઓમોટો અરજીમાં સત્ય શોધક કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં અર્બન હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને બચાવવા પ્રયત્ન કર્યો હોવાની કોર્ટે ટકોર કરી છે. તેમાં એવી રજૂઆત કરી છે કે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દરેક બાબતોને વ્યકિતગત જુએ તે શકય નથી.
લાંચ લઈને ના તોડયું ગેમ ઝોન
ખાસ છે કે, 2021માં TRP ગેમ ઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો અને થોડા સમય બાદ તેમાં વધુ ગેરકાયદે બાંધકામ કરીને તેને મોટો બનાવવામાં આવ્યો હતો. દરમિયાન મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નહોતી, આથી ઘટનામાં મનસુખ સાગઠિયાની ભૂમિકા શંકામાં હતી. ત્યારે ACB સમક્ષ સાગઠિયાએ વટાવા વેરી દીધા હતા અને કોર્પોરેટર નીતિન રામાણીની ભલામણથી લાંચ લઈને ગેમ ઝોનનું ડીમોલિશન ન કર્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. એવામાં હવે આગામી દિવસોમાં કોર્પોરેટર નીતિન રામાણી પર પણ સકંજો કસાય તેવી શક્યતા છે.