રાજકોટ મોરબી રોડ પર આવેલા લાતી પ્લોટ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થતા 3 લોકોને ઇજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનામાં ચાર જેટલા વાહનો કાટમાળમાં દબાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ મોરબી રોડ લાતી પ્લોટ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી. મકાનની દિવાલ ધરાશાયીની ઘટનામાં 3થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. આ ઘટના અચાનક થઇ કે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મકાનમાં કેટલાય સમયથી દિવાલ ધરાશાયી થશે તેવી સ્થાનિકોમાં ભય હતો. આ ભયને કારણે આસપાસના લોકો ત્યાથી નીકળવામાં પણ ભય લાગતો હતો. અચાનક આ દિવાલ ધરાશાયી થતા ધૂળની ડમરી જોવા મળી તેવામાં જાણવા મળ્યું કે, આ ઘટનામાં 3 લોકોને ઇજાઓ પહોંચી છે.
સમગ્ર ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને તાતકાલીત ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની હાલ સીવીલ હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે. દિવાલ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જોકે દિવાલ પડતાં બાજુમાં ઊભેલા 4 વાહનોમાં ભારે નુકસાન થયું છે. 9









