ગુજરાતમાં ભર ઉનાળે માવઠું જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટમાં વરસાદથી બાગાયતી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. કમોસમી વરસાદને પગલે કેરી, દાડમ, કેળ તેમજ લીંબુ સહિતના બાગાયતી પાકને ભારે નુકસાન છે તેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

રાજકોટમાં કમોસમી વરસાદના પગલે બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. માવઠાને કારણે કેરી, દાડમ, કેળ તેમજ લીંબુ સહિતના બાગાયતી પાકને ભારે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. પાકમાં ખેડૂતોને નુકસાનને લઈને કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી નુકસાનની થઈ છે. તેમણે કહ્યું હતું કે, સરકાર સર્વે વગર તાત્કાલિક સહાય જાહેર કરે.

 જગતનો તાત મુશ્કેલમાં

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયાએ ખેડૂતોની ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, કરોડોની પાક નુકસાની સામે સહાયના નામે મીંડું છે અને સરકાર ખેડૂતોને સહાયના નામે ખો આપે છે.1976 કરોડની સામે સરકારે માત્ર 400 કરોડ ચૂકવ્યા છે. ખેડૂતોને ચોમાસા પહેલા સહાય આપવી જરૂરી છે નહીં તો ખેડૂતો ને વાવણી માટે પણ મોટી મુશ્કેલી પડી શકે છે. ખરેખર જગતના તાતની મુશ્કેલ સ્થિતિ થઈ કોઈને કઈ પડી નથી.


  • Follow us on: