• બોયઝ હોસ્ટેલની પાસે જ સુકા અને લીલા ગાંજાના છોડ પોલીસે જપ્ત કર્યા
  • ગાંજાનું વાવેતર કરનાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી
  • મારવાડી યુનિ.માં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

રાજકોટ શહેરમાં પોલીસના પેટ્રોલિંગ વચ્ચે ગુનાખોરી બેફામ બની છે. મોરબી રોડ ઉપર આવેલ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાના છોડ મળી આવતા કુવાડવા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ સુકા તેમજ લીલા ગાંજાના છોડવા કબજે કરવાની તેમજ આરોપીઓને પકડવાની કાર્યવાહી કરી છે. શિક્ષાના ધામમાં ગાંજાનું વાવેતર કોણે કર્યું ? તે મોટો પ્રશ્ન છે. આ યુનિવર્સિટી અગાઉ પણ વિવાદમાં આવી ચુકી છે ત્યાં વધુ એક વખત વિવાદ થયો છે. ગાંજો વાવી નાખ્યો ત્યાં સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ શું કર્યું ? કોઈનું ધ્યાન કેમ ગયું નહીં ? ગાંજો કયા ક્યા વિદ્યાર્થીઓ લેતા હતા ? તેની જાણ હોસ્ટેલના રેક્ટર અને સત્તાધિશોને હતી કે કેમ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠયા છે.

મારવાડી યુનિવર્સિટીના એન્જી.વિભાગના ડિન આર.બી. જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પોલીસને તપાસમાં સહકાર આપીએ છીએ. યુનિવર્સિટી કેમ્પસમાંથી પોલીસે 1 છોડ કબજે કર્યો હોવાનું સમર્થન આપ્યું. મારવાડી યુનિવર્સિટીમાં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

[[$googlead]]

પોલીસ કાર્યવાહી સામે અનેક સવાલ ?

[[$alsoread]]

મીડિયાને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર કેમ પ્રતિબંધ? શું મારવાડી યુનિવર્સિટીમાં ચાલે છે ખુલ્લેઆમ નશાનો કાળો કારોબાર? ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ગુજરાતમાં નશા પ્રતિબંધની કડક અમલવારીની વાતો કરે છે. મારવાડી યુનિવર્સિટીમાં આફ્રિકા અને નાઇઝીરિયા દેશના વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનો ઉપયોગ કરતા હોવાની ચર્ચા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં હોસ્ટેલ નજીક ગાંજાના છોડ ઉગાડયા હોવાની માહિતી મળતા પીઆઈ સહિતનો સ્ટાફ્ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં બોયઝ હોસ્ટેલની પાસે જ સુકા અને લીલા ગાંજાના છોડવા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા મારવાડી યુનિવર્સિટીમાં 7 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમજ હોસ્ટેલમાં 700 વિદેશી સહિત 2,500 વિદ્યાર્થીઓ રહેતા હોવાનું જાણવા મળતા પોલીસે આ ગાંજાનું વાવેતર કરનાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: