ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે આગામી 16 તારીખ મતદાન થશે. આ ચૂંટણીમાં લોકો ક્યાં મુદ્દાઓને ધ્યાનમાં રાખશે? કેવા કોર્પોરેટ પસંદ કરશે. ત્યારે અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, ત્યારે રાજુલા શહેરના સ્થાનિક મુદ્દાઓ ક્યાં છે, શું સમસ્યા છે, જાણો.
રાજુલા શહેરના લોકો શું કહે છે તે જાણો
આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવાની છે, અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણી થશે, જેમાં લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદમાં ચૂંટણી થશે. ત્યારે રાજુલા શહેરની વાત કરીએ તો 7 વોર્ડ છે અને 28 સભ્ય ચૂંટણી લડશે. રાજુલા શહેરના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું કહે છે તે જાણવાનો પ્રયાસ કર્યો લોકોએ રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નો વિશે વાત કરી હતી. રાજુલા શહેરમાં ભૂગર્ભ ગટર લોકોને મળી રહે, પાણીની વ્યવસ્થા નિયમિત મળે તે બાબતે નવા ચૂંટાઈને આવતા કોર્પોરેટ ધ્યાન રાખે તેવું લોકોનું કહેવું છે. હાલ રાજુલા શહેરનો વિકાસ થાય અને પાયાની સુવિધાઓ મળે તેવું કહી રહ્યા છે.
રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડ, 28 સભ્ય અને 38,489 મતદારો
તમને જણાવી દઈએ કે રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડ, 28 સભ્ય અને 38,489 મતદારો છે. રાજુલાના નગરજનો એક જ અવાજ કે રોડ, પાણી, લાઈટ આ ત્રણ સુવિધાની જરૂર ત્યારે આ સુવિધા આપવામાં અત્યાર સુધી નિષ્ફળ તેમજ 2 વર્ષથી વહીવટદાર શાસન પણ તેમાં પણ ભૌતિક સુવિધામાં તંત્ર નિષ્ફળ તેવું નગરજનોનું કહેવું છે. રાજુલામાં આવેલી ગર્લ્સ હાઈસ્કુલ વાળા રસ્તામાં છેલ્લા બે વર્ષથી રોડ પર પાણી જઈ રહ્યું છે, ભણવા જતી 2000 જેટલી દીકરીઓ અનેકવાર પડી છે અને વાહનો દ્વારા સ્કૂલના યુનિફોર્મ પણ ખરાબ થયા છે, ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઈ કામગીરી કરવામાં આવી નથી.