રાજુલા, અમરેલી અને ભાવનગર સહિતના સમસ્ત ભટ્ટ પરિવારના કુળદેવી રાંદલ માતાના મંદિરે પવિત્ર ચૈત્રી નવરાત્રી અનુલક્ષીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ધોળા નજીક આવેલા કુળદેવી રાંદલ માતાના મંદિરે રાંદલના દડવા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે આગામી 6 એપ્રિલના રાંદલના લોટા તેડવામાં આવશે, 250 દીકરીઓને સ્કૂલબેગ ભેટ આપવામાં આવશે તેમજ રાત્રિના ભવ્ય રાસ ગરબા સહિતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સાતમી એપ્રિલ સોમવારના ભવ્ય નવચંડી યજ્ઞ યોજાશે જેમાં 10 પાટલા રાખેલ છે મહાપ્રસાદ બ્રહ્મ 84 સહિતના કાર્યક્રમ ભટ્ટ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે માટે હાલ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, આ માટે વિવિધ ભટ્ટ પરિવારના આગેવાનો ભારે જહમત ઉઠાવી રહ્યા છે










