સાબરકાંઠા સહિત સમગ્ર ભારતભરમાં આજે ભારે હર્ષોલ્લાસ સાથે રામ નવમીની ઉજવણી થઈ રહી છે, ત્યારે હિંમતનગરમાં પણ શ્રદ્ધા ભાવથી રામ નવમીની શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આસપાસના કેટલાય ગામના ભાવિક ભક્તો જોડાયા હતા.


[[$googlead]]

વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો, મહંતો ખાસ હાજર રહ્યા

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભા યાત્રા યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો, મહંતો ખાસ હાજર રહ્યા હતા. જેમાં વર્ષોથી યોજાતા રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન રામની યાત્રા યોજવામાં આવી હતી, સાથોસાથ ભાવિક ભક્તોની ભીડમાં જય શ્રી રામના નારાથી સમગ્ર વિસ્તાર રામમય બન્યો હતો.

[[$alsoread]]

2 વર્ષ અગાઉ શોભાયાત્રામાં થયો હતો પથ્થરમારો

જોકે બે વર્ષ અગાઉ સાબરકાંઠાના હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાથી સમગ્ર ગુજરાતભરમાં ભારે પ્રત્યાઘાત સર્જાયા હતા, ત્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની શોભાયાત્રા યોજવામાં આવી હતી, તેમજ સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ સામાજિક સંગઠનોએ પણ ભગવાન રામની શોભાયાત્રામાં ભાગીદાર બન્યા હતા, તેમજ આજના તબક્કે રામ નવમીની તમામની શુભેચ્છાઓ પાઠવી હતી.

  • Follow us on: