• રામ સ્તુતિ અને હનુમાન ચાલીસા કંઠસ્થ, 5 વર્ષે એવોર્ડ મળ્યો
  • 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
  • અમદાવાદમાં પણ ઠેરઠેર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

સમગ્ર દેશ આજે ભગવાન શ્રી રામના રંગમાં રંગાઈ ગયો છે. ત્યારે અમદાવાદમાં પણ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં ઠેરઠેર લોકો પોતાના આગવા અંદાજમાં ભગવાન શ્રી રામ પ્રત્યેનો પ્રેમ અને તેમની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક 6 વર્ષના બાળકનો રામ પ્રત્યેનો પ્રેમ વિશેષ જોવા મળ્યો. આ બાળક રામ મય બનીને હાથમાં રામ નામની ધ્વજા લહેરાવીને ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા થનગની રહ્યો છે. આ બાળક તુલસી દાસના પરિવેશમાં જોવા મળી રહ્યો છે. જેનું નામ છે વ્યોમ ભાવસાર, વ્યોમની ઉમંર ફક્ત 6 વર્ષની છે.

5 વર્ષની ઉંમરમાં કંઠસ્થ રામ સ્તુતિ અને હનુમાન ચાલીસા

[[$googlead]]

અમદાવાદમાં રહેતો આ રામ ભક્ત બાળક વ્યોમ ભાવસાર ફક્ત 6 વર્ષની ઉંમરે રામ મયી અંદાજમાં જોવા મળ્યો હતો. આ નાના બાળકમાં ગજબનું ટેલેન્ટ છે. વ્યોમ ભાવસારને રામ સ્તુતિ હનુમાન ચાલીસા કંઠસ્થ છે. વ્યોમ ભાવસારને 5 વર્ષની ઉંમરમાં કંઠસ્થ રામ સ્તુતિ અને હનુમાન ચાલીસા માટે મળ્યો ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડનો એવોર્ડ પણ મળ્યો હતો.

[[$alsoread]]

22 જાન્યુઆરીએ સોમવારના રોજ અયોધ્યા રામ મંદિર

દેશના ગામોગામ તથા શહેરોમાં શ્રી રામના નામ સાથેનો ભગવો ધ્વજ લહેરાઇ રહ્યો છે. તારીખ 22 જાન્યુઆરીએ સોમવારના રોજ અયોધ્યા રામ મંદિરમાં 500 વર્ષના વનવાસ બાદ પ્રભુ શ્રી રામ બિરાજમાન થઇ રહ્યા છે. લોકોમાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. ઠેર ઠેર સોમવારે શોભાયાત્રાના કાર્યક્રમો છે. શહેરોમાં શણગાર કરવામાં આવ્યા છે. સોમવાર સુધી જાજરમાન કાર્યક્રમના આયોજન પણ જાહેર કરવામાં આવ્યા છે.

રામ મંદિરોને સુશોભન અને રોશનીના શણગાર કરવામાં આવ્યા

શહેરમાં આવેલા રામ મંદિરોને સુશોભન અને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં લોકોએ રોશનીના શણગાર કર્યા છે. તારીખ 22 જાન્યુઆરી સોમવારે અનેક સંસ્થાઓ તથા રામ મંદિરોમાં વિશેષ અનુષ્ઠાનો યોજવામાં આવેલ છે. ભગવાન શ્રી રામના નામની ધૂન, ભજન-કીર્તન અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર દેશમાં રેલીઓ નીકળી રહી છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી કરવામાં આવી રહી છે.

  • Follow us on: