રાણપુરમાં છેલ્લા કેટલા સમયથી દારૂડિયાઓનો ત્રાસ ભયંકર રીતે વધી ગયો છે. લથડીયા ખાતા ચાલતા ચાલતા દારૂડિયાઓ શોરૂમમાં ઘૂસી ગયા હતા જ્યારે વેપારીઓની દુકાન પાસે ઊભા રહી બેફમ અપશબ્દો બોલે છે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે દારૂડિયાએ પહોંચી જઈ પથ્થર લઈ ત્યાંથી પસાર થતાં રાહદારીઓને મારવાનો પ્રયાસ કરતા હતા.
આ રસ્તા ઉપર બેંકો, સરકારી કન્યાશાળા હાઈસ્કૂલ હોસ્પિટલ દવાખાના વગેરે આવેલ છે અને આ રોડ ઉપર આવા દારૂ પીને દંગલ કરતા તત્વો થી સારા લોકોને શર્મસાર થવું પડે છે. રાણપુર પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. લોકોમાં એવું ચર્ચાય છે કે, આ બધા દારૂડિયા એક જગ્યાએ દારૂ પીને પડયા રહે તેવી એક મોટી રૂમ ગ્રામ પંચાયત બનાવી દે તો ગામ લોકોને ઓછો ત્રાસ સહન કરવો પડે ને ગામ લોકો એટલા ત્રસ્ત થઈ ગયા છે. સરપંચ આ બાબત રાણપુર સરપંચ ગોસુભા પરમારે જણાવેલ છે કે આ બાબત ઉપર કચેરીને રજૂઆત કરવામાં આવશે.










