સુરત પોલીસે અસામાજિક તત્વોને જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો છે.સુરતમાં માથાભારે અને ખંડણીખોરનું જાહેરમાં સરઘસ કાઢતા પોલીસની કામગીરીને વખાણી હતી,માથાભારે વસીમ પાર્સલ વિરુદ્ધ હાલમાં 2 ગુના નોંધાયા છે,આ વસીમ કોઈને પણ મારવાની અને ખંડણી માગવાનું કામ કરતો હતો જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી જાહેરમાં બધાની માફી મંગાવી હતી.


[[$googlead]]

આરોપીનું તેના જ વિસ્તારમાં પોલીસે કાઢ્યું સરઘસ

પોતાના વિસ્તારમાં રહીને પોતાને રોબીનહુડ સમજનારનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢયું હતુ.વસીમે મકાન પચાવી પાડયું અને બે લાખની ખંડણી માંગી હતી જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,પોલીસે ફરિયાદના આધારે બે આરોપીની ધરપકડ કરી હતી જેમાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢતા લોકોના મોઢે ખુશી છવાઈ હતી,વસીમ નામના શખ્સનો લીંબાયત વિસ્તારમાં ખૂબ ત્રાસ હતો જેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે.ત્યારે પોલીસની આ કામગીરીથી અન્ય આરોપીઓ પણ ગભરાઈ ગયા હતા.

[[$alsoread]]


કાયદો હાથમાં લીધો તો ગયા સમજો

ગુજરાત પોલીસ હવે આરોપીઓ સામે સકંજો કસી રહી છે,ત્યારે પોલીસ આવા આરોપીઓને જાહેરમાં કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે,લીંબાયત વિસ્તારમાં ભાથાભારે શખ્સોએ ખંડણી માંગી લોકોને હેરાન કર્યા છે જેથી પોલીસને આ વાત ધ્યાને આવી હતી અને તેમને ઝડપીને તેમનો પાવર જાહેરમાં ઉતાર્યો હતો,આરોપીએ મોઢુ નીચે રાખીને લોકોને હાથ જોડયા હતા.કોઈને પણ મારવું અને કોઈનું પણ કંઈ પણ ઝડપી લેવું તે આ ગુજરાતમાં નહી ચાલે.

રીઢા આરોપીઓની શાન ઠેકાણે લાવી દીધી

સુરતમાં આમ પણ ક્રાઈમ કરવું એ કોઈ એક દિવસની વાત નથી,રોજ બરોજ ક્રાઈમની ઘટનાઓ બનતી જ હોય છે ત્યારે આવા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવું પણ જરૂરી છે જો આવા આરોપીનું જાહેરમાં સરઘસ નહી કઢાય તો અન્ય આરોપીઓ પણ છાટકા બનીને ફરશે.વસીમ પાર્સલે પોતાની પાછળનું મકાન પચાવી લીધું હતું અને તે ખાલી કરવા બે લાખની ખંડણી માંગી હતી.

 

  • Follow us on: