સુરતમાં ભાગ્યોદયની વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના ધારીમાં પરિણીતા સાથે તેમના જ સંબંધીએ વિધિ કરવાના બહાને બળાત્કાર કર્યો. પરિણીતાએ સમગ્ર હકીકત પતિને જણાવતા સંબંધી એવા કથિત ભૂવાના કાળા કારસ્તાનનો પર્દાફાશ થયો. ભૂવાએ પરિણીતા પર દુષ્કર્મ આચરતા કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી.


[[$googlead]]

સંબંધી બહેન પર ભૂવાનું દુષ્કર્મ

પરિણીતા પર દુષ્કર્મ કરનાર આરોપી ભૂવાની કરતૂત સામે આવતા ઘારીના લોકોમાં રોષ જોવા મળ્યો. ધારીના લોકોએ વિધિના બહાને દુષ્કર્મ આચરનાર ભૂવાને મેથીપાક ચખાડ્યો. ધારીમાં રોષે ભરાયેલા ટોળાએ ભૂવાનું મુંડન કર્યું અને મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી. દુષ્કર્મની ભોગ બનેલ પરિણીતા સંબંધમાં ભૂવાની મામાની દીકરી બહેન થાય. અને પોતાની બહેન પર જ ભૂવાએ નજર બગડતા દુષ્કર્મ આચર્યું. ભૂવાએ પરિણીતા પર વિધિ કરતા પહેલા તેના પતિને બહાર મોકલી દીધો. ત્યારબાદ ભાગ્યોદય વિધિના બહાને મામાની દીકરીને તેના જ ઘરમાં નિર્વસ્ત્ર કરી. મને જાગૃત કરી તારામાં પ્રવેશ આપ એમ કહી પરિણીતાને પોતાના ખોળામાં બેસાડી તેના પર બળાત્કાર કર્યો. પરિણીતાએ પતિને સમગ્ર ઘટનાની જાણ કરતાં પરિવાર અને ધારીના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. રોષે ભરાયેલા ટોળાએ ભુવાને માર મારી ટકો કર્યા બાદ પોલીસમાં ફરિયાદ કરી. 

[[$alsoread]]

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

સરથાણા પોલીસે આરોપી ભુવા ભરત કુંજડિયાને પકડી પાડ્યો. પરિણીતા પર ફોઈના દીકરા ભરત કુંજડિયાએ દુષ્કર્મ આચરવાની ઘટનામાં કાપોદ્રા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. આજે આપણે જ્યારે AI ટેકનોલોજી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે હજી પણ લોકો સુખ સમૃદ્ધિ મેળવવા તાંત્રિકની માયાજાળમાં ફસાયેલા જોવા મળ્યા. લોકોની આ નબળાઈ અને લાલચના આવા કથિત ભૂવાઓ ગેરલાભ ઉઠાવતા મહિલાઓને હવસનો શિકાર બનાવી રહ્યા છે. તો કેટલાક કિસ્સામાં વિધિના નામે બાળકોની બલિ લેવાઈ હોવાના કિસ્સા પણ અવારનવાર સામે આવતા હોય છે. વિધિના બહાને દુષ્કર્મ આચરનારા આવા ભૂવાઓને કડકમાં કડક સજા કરવાની લોકોમાં માગ ઉઠી છે.

  • Follow us on: