રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત આજે ચોથા અને અંતિમ દિવસે 972 જેટલા દંપતીઓએ યજ્ઞ કાર્યનો લાભ લીધો.સાથે વિશેષમાં પુંસવન સંસ્કાર,મુંડન સંસ્કાર,નામ કરણ સંસ્કાર,ગુરુ દીક્ષા સંસ્કાર જેવા વિવિધ સંસ્કારો પણ કરાવાયા હતાં.


આ મહાયજ્ઞ માં 600 ભાઈ બહેનોએ ગાયત્રી પરિવારમાં દિક્ષા ગ્રહણ કરી હતી.

આજે લીમખેડા તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ પણ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનાં જીવન કવન પ્રદર્શનીનું નિરીક્ષણ કરી ધન્યતા અનુભવી હતી. સાથે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી લિખિત પુસ્તકો માટે પુસ્તક મેળાની મુલાકાત કરી અડધી કિંમતમાં પુસ્તકોની ખરીદી કર્યા હતાં. આયોજક કમિટી દ્વારા માન સન્માન સાથે વિદાય અપાઈ હતી. સૌ પરિજન ભાઈઓ-બહેનોનું શાંતિકુંજ પ્રતિનિધિઓ દ્વારા અભિવાદન કરાયું હતું. હનુમાન ટોળી યુવા મિત્રોની કામગીરીને બિરદાવી સન્માન કરાયું હતું.


  • Follow us on: