આમોદમાં વૃદ્ધા સાથે દુષ્કર્મના મામલે આમોદ પો.ઇ. કરમટીયાની આગેવાની હેઠળ આરોપી શૈલેષ રાઠોડની શાન ઠેકાણે લાવવા માટે તેને આમોદ તિલક મેદાનથી આછોદ ચોકડી સુધી પગપાળા ફેરવી તપાસના કામે ઘટના સ્થળે લઈ ગઇ હતી. અને ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યુ હતું.
આમોદમાં એક ગામમાં 70 વર્ષની વૃદ્ધા ઉપર ગામના 35 વર્ષીય યુવકે બે વખત દુષ્કર્મ કર્યુ હતું. દોઢ વર્ષ અગાઉ પણ આ જ યુવકે વૃદ્ધા સાથે મારઝૂડ કરી દુષ્કર્મ કર્યુ હતું. આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતાં પોલીસે આરોપી શૈલેશ રાઠોડને પકડવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી.સહિત આમોદ પોલિસે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ આદરી હતી. તેમજ આરોપીને શોધવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લીધી હતી. જો કે ભરૂચ એલ.સી.બી.એ બાતમીના આધારે કેરવાડા ગામની સીમમાંથી આરોપી શૈલેશ રાઠોડને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.










