• છેલ્લા 4 કલાકમાં 157 તાલુકામાં વરસાદ
  • આણંદના બોરસદમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ
  • ભરૂચમાં 4 કલાકમાં સવા 6 ઈંચ વરસાદ પડયો

ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.રાજ્યના 33 તાલુકામાં 1થી 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.જામનગર, રાજકોટ,પોરબંદર,દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, નવસારી, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે,પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ તો રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

જાણો કયાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો

▪️અંકલેશ્વર અને હાંસોટમાં 4-4 ઈંચ વરસાદ

▪️તિલકવાડા, નાંદોદમાં સાડા 3 ઈંચ વરસાદ

▪️જોડિયા, વાલિયા, માંગરોળમાં 3-3 ઈંચ વરસાદ

▪️મહુવા, બગસરા, નસવાડીમાં અઢી ઈંચ વરસાદ

▪️ઉમરપાડા, નેત્રંગ, લાખણી, ડેડિયાપાડા 2-2 ઈંચ

▪️વાલોડ, કુકરમુંડા, બારડોલી, નવસારી પોણા 2 ઈંચ

▪️ગરુડેશ્વર, રાણાવાવ, સિનોરમાં દોઢ ઈંચ વરસાદ

▪️સાગબારા, સોનગઢ, પલસાણામાં દોઢ ઈંચ

▪️દિયોદર, કાંકરેજ, વાગરા, માંડવીમાં દોઢ ઈંચ

▪️કામરેજ, લોધિકા, જામજોધપુરમાં દોઢ ઈંચ વરસાદ

▪️વ્યારા, કુંકાવાવ, પોરબંદર, જલાલપોરમાં 1-1 ઈંચ

▪️સુરત શહેર અને ગોંડલમાં 1-1 ઈંચ વરસાદ

બે કલાકમાં રાજ્યના 96 તાલુકામાં વરસાદ

છેલ્લા બે કલાકમાં બોરસદમાં 8 ઈંચ વરસાદ

નર્મદાના તિલકવાડામાં સાડા 7 ઈંચ વરસાદ

ભરૂચ સાડા 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

નસવાડીમાં સાડા 5 ઈંચ વરસાદ વરસ્યો

ઝઘડિયા અને હાંસોટમાં સાડા 4 ઈંચ વરસાદ

નાંદોદ અને અંકલેશ્વરમાં સાડા 4 ઈંચ વરસાદ

જોડિયા, વાગરા, શિનોરમાં સાડા 3 ઈંચ

વાલિયા, માંગરોળ, વડોદરામાં સાડા 3 ઈંચ

ગરૂડેશ્વર, મહુવા, બગસરામાં પોણા 3 ઈંચ

નેત્રંગ, ઉમરપાડા, પાદરા, ડેડિયાપાડામાં અઢી ઈંચ

આંકલાવ, લાખણી, ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ

છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ

નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.


  • Follow us on: