ગુજરાત સરકાની કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં અતિવૃષ્ટિને લઈ રાહત પેકેજની થશે જાહેરાત સરકાર દિવાળી પહેલા કરી શકે છે.અંદાજે 1 હજાર કરોડથી વધુનું હશે રાહત પેકેજ.જેમાં જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેવા ખેડૂતો માટે ધારાધોરણ નક્કી કરીને સરકાર સહાય ચૂકવશે અને તે પહેલા સરવે પણ કરવામાં આવશે,સૌરાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે,અને તેમાં પણ મગફળી અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે.

[[$googlead]]

અતિવૃષ્ટિને લઈ રાહત પેકેજની થશે જાહેરાત
ગુજરાતમાં નવરાત્રિ પહેલા અને નવરાત્રિ પછી ભારે વરસાદ થતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે જેમાં મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થયું છે,મગફળીના પથરાણા પાણીમાં તણાઈ ગયા હતા જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે,મહત્વનું છે સરકારને આ બાબતે અનેક રજૂઆતો મળી હતી અને સાથે સાથે ગામના આગેવાનો અને ખેડૂતોએ ભેગા મળીને આવેદનપત્ર મામલતદારને આપ્યું હતુ તેમજ પાક નુકસાનીની સહાય મળે તેવી માંગ પણ કરાઈ હતી જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તૈયાર પાક નિષ્ફળ ગયો
ગત ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સતત ત્રણ દિવસ સુધી પડેલ ભારે વરસાદને પગલે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ બચેલ પાક તૈયાર થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત અતિભારે વરસાદ થતાં ખેડુતોને બીજી વખત આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો અને હાલ બે વખત નુકસાની બાદ થોડો ઘણો પાક બચ્યો હતો .તે વિણવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યાં હતાં તે સમયે ફરી એક વખત તાજેતરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં નહી પરંતુ તેમના નસીબમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને બાકી બચેલો મગફળી અને કપાસ સહિતનો પાક પણ તાજેતરમાં પડેલ વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડુતોની હાલત કફોડી બની છે. વરસાદને કારણે મગફળીનાં પાથરાનું ધોવાણ થયુ અને કપાસ સહિતનાં પાકને વરસાદ ને કારણે પારાવાર નુકસાન થયુ છે.

પહેલા પણ 350 કરોડની સહાય ચૂકવાઈ
350 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી. અતિવૃષ્ટિથી જુલાઈ અંતમાં નુકસાન થયું હતું તેની ચૂકવણીનું કામ ચાલું છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું તેના માટે સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકાર ટુંક સમયમાં સહાયની જાહેરાત કરશે. આ તમામ સર્વે કરીને ચૂકવણી કરવાની હોય છે. આવડા મોટા રાજ્યમાં સર્વેની કામગીરી કરવી એ વિકટ કામ છે. અઠવાડિયા સુધી વરસતા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયેલા હતા. એટલે સર્વે થોડો મોડો થયો છે. જેના પરિણામ હવે ટુંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે.

  • Follow us on: