- 'રેમલ' ચક્રવાતની ગંભીર સ્થિતિને લઇ કોલકત્તા એરપોર્ટ બંધ
- કલકત્તા-સુરત-કલકત્તા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી
- આગામી 21 કલાક સુધી ક્લકતા એરપોર્ટ બંધ રાખવા નિર્ણય
પશ્ચિમ બંગાળમાં રેમલ ચક્રવાત ત્રાટકવાની આગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચક્રવાતની સંભવિત ગંભીર સ્થિતિને જોતા કોલકત્તા એરપોર્ટ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લીધે સંખ્યાબંધ ફ્લાઈટ કેન્સલ કરવાની નોબત આવી છે. જેમાં કોલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈટનો પણ સમાવેશ થાય છે.
યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એર ઇન્ડિયા એક્સપ્રેસની કોલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે . આ ફ્લાઈટ દર સોમવારે કલકત્તાથી સુરત 8.05 વાગ્યે પહોંચે છે. ત્યારબાદ સવારે 8.05 વાગ્યે ફરી સુરતથી કલકતા તરફ ઉડાન ભરે છે. જોકે, રવિવારે બપોર બાદ ચક્રવાતની સંભવિત ગંભીર સ્થિતિને જોતા આગામી 21 કલાક સુધી કોલકત્તા એરપોર્ટ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લીધે અહીંથી મુવમેન્ટ કરતી ફ્લાઈટોને યાત્રીઓની સુરક્ષાને જોતા કેન્સલ કરવામાં આવી છે.










