મોરબીમાં મચ્છુ ડેમ 2ના 33 દરવાજા પૈકી 28 દરવાજા રીપેરીંગ કરવાની કામગીરી ચાલું છે, ત્યારે આજે મોરબી કલેકટર, ડીડીઓ, મોરબી અને ટંકારા ધારાસભ્ય સહિત અધિકારીઓ ગેટની કામગીરી સમીક્ષા કરવા મુલાકાત લીધી હતી જેમાં આગામી 20 દિવસોમાં કામગીરી પૂર્ણ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે જ પાણી વિતરણ અંગે માહિતી મેળવી હતી.

[[$googlead]]

ગ્રામ્ય વિસ્તારમાં પાણી આપવામાં આવે તેને લઈ ધારાસભ્યએ અધિકારીનો ઉધડો લીધો
મોરબીમાં મચ્છુ ડેમ 2ના દરવાજા રીપેરીંગ સમીક્ષા બાદ પાણીની સમસ્યાને લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ યાંત્રિક વિભાગનાં અધિકારીઓનો ઉધડો લીધો હતો અને 18 મોટર પંપ હોવાં છતાં પણ 10થી પાણી આપવામાં આવે છે જેને લઈને શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યાઓ સર્જાઇ છે અને વહેલી તકે તમાંમ મોટર પંપ ચાલુ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી.

ડેમના પાંચ દરવાજા ગત વર્ષે રીપેર કરાયા હતા
મચ્છુ ડેમ 2ના 33 દરવાજા છે જેમાં ગત વર્ષે 5 દરવાજા રીપેરીંગ કરવામાં આવ્યા છે આ વર્ષે બચેલા 28 દરવાજા ચોમાસા પહેલા રીપેરીંગ કરવાની કામગીરી શરૂ છે ત્યારે મોરબી કલેકટર કિરણ ઝવેરી, ડીડીઓ જે.એસ પ્રજાપતિ, મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરીયા સહિત મોરબી મામલતદાર,પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સમીક્ષા કરવા પહોંચ્યા હતા.

મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી પ્રગતિ હેઠળ
મોરબી અને માળિયા તાલુકા માટે જીવનદાયી મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી માટે સરકારે 15 કરોડનું બજેટ ફાળવ્યું છે. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના જણાવ્યા મુજબ આ કામ 20 મે સુધીમાં પૂર્ણ થશે. મચ્છુ-2 ડેમ દર ચોમાસામાં 100 ટકા ભરાતા મોરબી અને માળિયા તાલુકાની પીવા તથા સિંચાઈની જરૂરિયાત પૂરી થાય છે. 1979ની મોરબી જળ હોનારત બાદ ડેમનું પુનર્નિર્માણ કરાયું હતું. જૂના 20 દરવાજામાં 18નો વધારો કરી કુલ 33 દરવાજા મૂકવામાં આવ્યા હતા. ગત વર્ષે પાંચ દરવાજા બદલાયા હતા.
 
  • Follow us on: