જૂનાગઢ મહાપાલિકાની 52 બેઠક માટે ગઈકાલે રવિવારે મતદાન યોજાયું હતું, સાંજના છ વાગ્યા સુધીમાં 44.32 ટકા મતદાન જે ગત (ચૂંટણી 2019) ની સરખામણીએ 5.36 ટકા ઓછુ મતદાન થતા મતદારો અનેક સસ્પેન્સ સર્જ્યા છે અને જેનાથી રાજકીય પક્ષોના ગણિત ઉંધા પડયા છે, તો અનેક રાજકીય નેતાઓની શાખ દાવ ઉપર લાગી છે. કારણ કે, ગત ચુંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર બની હતી, પરંતુ આ વખતે શું પરિણામ આવે છે, તેના ઉપર સૌની મીટ છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના 157 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ખૂલશે.


2004માં જૂનાગઢમાં મહાપાલિકા અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીનો ઈતિહાસ જોઈએ તો, 2004માં 17 વોર્ડની 51 બેઠક પૈકી ભાજપને 36 બેઠક, કોંગ્રેસને 14 બેઠક, 1 અપક્ષને બેઠક મળી હતી, તો વર્ષ 2009 માં 17 વોર્ડની 51 બેઠકમાંથી 21 બેઠક ભાજપને ફળે, તો 26 બેઠક કોંગ્રેસને ફળે આવેલ, જયારે 4 અપક્ષ ઉમેદવારો વિજેતા થયા હતા. વર્ષ 2014માં 20 વોર્ડની 60 બેઠકમાંથી 41 બેઠક ભાજપને મળેલી.

આજે સૌથી પહેલા 414 બેલેટ પેપરની ગણતરી

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે આવતીકાલે સવારે 9 કલાકથી મતગણતરી શરુ કરવામાં આવશે, જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, સૌથી પ્રથમ બેલેટ પેપરની બાદમાં ઈવીએમના મતની ગણતરી શરુ કરવામાં આવશે. જેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ મહાપાલિકા વિસ્તારમાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે 765 અરજીઓ આવેલી હતી, જેમાંથી તંત્ર દ્વારા 817 પોસ્ટલ બેલેટ ફળવ્યા હતા, જેમાં 69 સર્વિસ વોટર અને અન્ય વોટરને 748 બેલેટ પેપર ફળવ્યા હતા, તેમાંથી પોસ્ટ મારફ્ત 186 અને રૂબરૂ 282 લોકોએ મળીને 414 લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે, મતગણતરી માટે તંત્ર દ્વારા કુલ 13 વોર્ડને ચાર બ્લોકના રાખવામાં આવ્યા છે, જેના માટે અંદાજીત 44 ટેબલ ઉપર 136 થી વધુનો સ્ટાફ્ મતગણતરી કરશે, ચાર બ્લોકમાં 14 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે.


  • Follow us on: