- મોરબીમાં શ્રમજીવી પરિવારે જીરુ, અજમો અને કપાસની ખેતી કરી હતી
- રોજના રૂા.300 મજૂરી પેટે નક્કી થયા બાદ જમીન માલિકે મજૂરી ન ચુકવી
- છોટાઉદેપુરના શ્રમજીવીને ખેત મજૂરી ન આપતા કલેક્ટરને રજૂઆત કરી હતી.
છોટાઉદેપુર તાલુકાના સીમલ ફળિયા ગામનો નદી ફળિયાનો રહેવાસી સુંદરભાઈ ભઈલાભાઈ નાયકા ખેત મજૂરી કરતો હોય જેની મહેનતના પૈસા નહીં આપતા છોટાઉદેપુર કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરીને રોષ ઠાલવ્યો હતો.
છોટાઉદેપુર સીમલ ફ્ળિયાના રહેવાસી સુંદરભાઈ ભઈલાભાઈ નાયકા નવરાત્રી દરમિયાન 2023માં કપાસ વીણવા માટે અણિયારી તાલુકો મોરબી મુકામે ખેતમજૂરી કરવા માટે પટેલ પવાભાઈને ત્યાં ગયા હોય જે સમયે કપાસનું વાવેતર હતું. તે સમયે મજૂરી કરવા માટે ગયા હોય જેમાં ત્યાંના ભાવ રૂા.300 રોજના હતા. ત્યારબાદ કપાસનું વાવેતર પૂરું થતાં 30 વીઘા જમીનમાં જીરાનું વાવેતર કર્યું હતું. અજમાનું વાવેતર પણ કરાયું હતું. તેમાંથી જીરું 110 મણ પાકેલું હતું. અને અજમાનો વાવેતર પારીએ પારીએ કર્યું હતું. તે સમયે પવાભાઈએ મજૂરને હેરાનગતિ કરી જમવા માટે મજૂરોને અનાજ પાણી બંધ કરી દીધું હતું. નાયકા સુંદર ભઈલાભાઈને વારંવાર વાડીએ આવીને હેરાનગતિ કરતા હતા. તમે ઘરે જતા રહો તમને પૈસા મળે નહીં અને અમારી વાડી ખાલી કરો અમારે બીજા મજુર લાવવાના છે. એમ કહી ધમકીઓ વારંવાર આપતા હતા. જેથી સુંદરભાઈ મજબૂર બનીને પોતાના પત્ની અને ચાર નાના બાળકો સહિત વતન પરત ફરી ગયા હતા. પોતાના વતનમાં સંપર્ક કર્યો હતો કે, અમોને હિસાબ પણ આપેલ નથી તો ભાડું પણ આપેલ નથી. જેથી કરીને અમારા કુટુંબના વ્યક્તિ પાસે ભાડાના પૈસા માંગ્યા હતા. અને વતન આવ્યા હતા. લાચાર મજૂર માણસ બે પૈસા કમાવાની આશાએ મજૂરી કરવા જતા હોય છે. હોળીના તહેવારના કપરાં સમયમાં પટેલ પવાભાઈએ અમારી સાથે ગંભીર અત્યાચાર ગુજારેલ છે.