પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો કરવામાં આવ્યો હતો. 9 વિમાનો સાથે પાયલોટની ટીમ ગઈકાલે જામનગર આવી પહોંચી હતી અને આ ટીમના પાયલોટ અને કમેન્ટેટર દ્વારા જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસેના મેદાનમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકો આ શો નિહાળવા પહોંચ્યા હતા અને ટીમે સુર્યકીરણની કામગીરી વિશે માહિતી આપી હતી.
સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઈટ હોક Mk-132 જેટ ઉડાવ્યા
ઉલ્લેખનીય છે કે 1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે. જેમાં ચુનંદા ટીમ, સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાવ્યા હતા. જેમાં આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કર્યું હતું. આ નવ વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી સૌ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઈન્ડિયન એરફોર્સના 9 હોક વિમાન દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યા હતા. જે નિહાળીને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. આ ભવ્ય નજારો જામનગરવાસીઓ માટે યાદગાર બની ગયો હતો.
આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવી
ઉલ્લેખનીય છે કે આ એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઈકિંગ રેડ એન્ડ વ્હાઈટ હોક Mk-132 જેટ ઉડાડવામાં આવ્યા હતા. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવાના આવ્યું હતું અને વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી. આ ઉપરાંત હાર્ટ, સૂર્યના કિરણો જેવી આકૃતિ, તેજસ, અંગ્રેજી આલ્ફાબેટ વાય અને એની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચિઅરઅપથી ગુંજી ઉઠ્યું હતું. આ અદ્ભુત એરોબેટિક શો જોવા માટે જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા તેમના ધર્મપત્ની દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ તથા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.









